Not Set/ સાનિયા મિર્ઝા તેની છેલ્લી ટેનિસ ઓસ્ટ્રેલિયન ઓપનની કવાર્ટર ફાઇનલમાં હારી, સફરનો અંત

, સાનિયા અને યુએસએના તેના પાર્ટનર રાજીવે પ્રથમ સેટ સરળતાથી ગુમાવ્યો હતો. જોકે, બંનેએ બીજા સેટમાં બાઉન્સ બેક કરીને સ્કોર 5-5ની બરાબરી કરી લીધો હતો.

Top Stories Sports
SANIYA MIRZA સાનિયા મિર્ઝા તેની છેલ્લી ટેનિસ ઓસ્ટ્રેલિયન ઓપનની કવાર્ટર ફાઇનલમાં હારી, સફરનો અંત

સાનિયા મિર્ઝા અને રાજીવ રામ ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ્ડ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગયા. આ જોડીને જેસન કુબલર અને જેમી ફોરલિસની જોડીએ સતત સેટમાં 6-4, 7-6થી હાર આપી હતી. સાનિયા મિર્ઝાની આ છેલ્લી ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટ હતી આ વર્ષ પછી તે ટેનિસમાંથી નિવૃત્તિ લઈ રહી છે. સાનિયા પહેલા જ આની જાહેરાત કરી ચૂકી છે.

મેલબોર્નના માર્ગારેટ કોર્ટ એરેનામાં રમાયેલી મેચમાં સાનિયા અને યુએસએના તેના પાર્ટનર રાજીવે પ્રથમ સેટ સરળતાથી ગુમાવ્યો હતો. જોકે, બંનેએ બીજા સેટમાં બાઉન્સ બેક કરીને સ્કોર 5-5ની બરાબરી કરી લીધો હતો. જોકે, અંતે કુબલર અને ફોરલિસે વધુ સારું પ્રદર્શન કર્યું અને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી.

આમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાનિયાની સફર અહીં પૂરી થઈ. આ પહેલા સાનિયા ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સના પહેલા રાઉન્ડમાં હારી ગઈ હતી. તેણી અને યુક્રેનની નાદિયા કિચેનોકને સ્લોવેનિયાની તામારા ઝિડાનસેક અને કાજા જુવાન દ્વારા 4-6 6-7(5) થી પરાજય આપ્યો હતો.