વિવાદ/ સંજય રાઉતે કંગના રનૌત પર સાધ્યું નિશાન, કહ્યું, અભિનેત્રીનું મગજ ખરાબ કેમ છે તે માત્ર…

રાઉતનુ કહેવુ છે કે, કંગના બેનનુ મગજ બહેર મારી ગયુ છે અને તેના કારણે તે બહેરા થઈ ગયા છે તેવુ વરુણ ગાંધી કહે છે પણ NCB ના સમીર વાનખેડે જ….

Top Stories India
સંજય રાઉતેે

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. 1947માં ભારતને આઝાદી મળી ન હતી, પણ તે ભીખ હતી. વર્ષ 2014માં ભારત દેશને સાચી આઝાદી મળી’, કંગનાના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો. અભિનેત્રીના આ વિવાદાસ્પદ નિવેદન બાદ દેશભરમાં તેની ટીકા થઈ રહી છે. આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ કંગનાના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :કોંગ્રેસના વધુ એક નેતાએ વડાપ્રધાનની કરી પ્રશંસા, કેન્દ્ર સરકારના આ કામથી થયા ખુશ

સંજય રાઉતે કહ્યું કે 75 વર્ષ સુધી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને ભારત રત્ન, પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. કંગનાને જે સન્માન આપવામાં આવ્યું તે સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન છે. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા બદલ ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને તાંબાની પ્લેટથી નવાજવામાં આવ્યા છે. તો શું તમે હવે આ તાંબાની પ્લેટ ભિખારીઓને આપી છે? ભાજપે તેનો જવાબ આપવો પડશે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે વધુમાં કહ્યું કે, ‘દેશની માંગ છે કે કંગનાને આપવામાં આવેલા તમામ રાષ્ટ્રીય પુરસ્કારો તાત્કાલિક પરત ખેંચવામાં આવે. નહિંતર, ભાજપને હવે આઝાદીનું અમૃત ઉજવવાનો અધિકાર નથી. નેતાજી સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, વીર સાવરકર અને તમામ ફાંસી પર લટકેલા ક્રાંતિકારીઓએ ભીખ માંગીને આઝાદી મેળવી? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાને આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરવા જોઈએ.

આ પણ વાંચો :જાણો, દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધ્યા કોરોના કેસ, ચોંકાવી દે તેવો છે આંક

રાઉતનુ કહેવુ છે કે, કંગના બેનનુ મગજ બહેર મારી ગયુ છે અને તેના કારણે તે બહેરા થઈ ગયા છે તેવુ વરુણ ગાંધી કહે છે પણ NCB ના સમીર વાનખેડે જ સાચુ કારણ શોધી શકે તેમ છે.પણ જો મોદી સરકારનુ મગજ બહેર ના મારી ગયુ હોય તો કંગનાના તમામ પુરસ્કારો પાછા લઈ લેવા જોઈએ.કંગનાએ આઝાદી ભીખમાં મળી છે તેવુ નિવેદન આપ્યુ છે તે દેશદ્રોહ છે અને આવી વ્યક્તિને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ શ્રી આપવામાં આવે છે.જેમાં પીએમ મોદી પોતે હાજર રહે છે.

સંજય રાઉતે કહ્યું કે, ‘ED, CBI, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, NCB એવું કામ કરી રહ્યા છે જાણે કે તેઓ બધા તેમના ઘરના નોકર હોય. અમે અહીં છીએ, અમે તૈયાર છીએ. પરંતુ આ હથિયાર 2024 પછી તમારા પર હુમલો કરશે. તલવારધારીઓ તલવારોથી મૃત્યુ પામે છે. એક દિવસ જ્યારે તલવારનો હાથો આપણી પાસે આવશે, ત્યારે આપણી પાસે મોં છુપાવવાની જગ્યા નહીં હોય. સંજય રાઉતે કહ્યું કે તમે ગમે તેટલા ષડયંત્રો ઘડ્યા હોય, તપાસ તંત્રએ તેમાં સામેલ ન થવું જોઈએ. આઝાદીનું, વીરોનું અપમાન દેશ ક્યારેય સહન નહીં કરે!

વધુમાં સામનામાં લખવામાં આવ્યું છે કે, ‘કંગનાનેતાજેતરમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવી હતી. અગાઉ આ સન્માન ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર વીરોને આપવામાં આવ્યું છે. એ જ હીરોનું અપમાન કરનાર કંગનાને એ જ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવી એ દેશની કમનસીબી છે.

આ પણ વાંચો :દિલ્હીમાં હવાનું પ્રદુષણ રેકોર્ડ સ્તરે, CPCB એ લોકોને કામ વગર બહાર ન નીકળવા આપી સલાહ

કંગનાએ અગાઉ પણ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું હતું. તેમનો નાથુરામ પ્રેમ છલકાતો રહે છે. સામાન્ય રીતે તેમની બૂમો પર કોઈ બહુ ધ્યાન આપતું નથી. એક આના નો ગાંજો પીએ તો અનેક કલ્પનાઓ સુઝવા લાગે છે, આ વાત એકવાર તિલકે કહી હતી. કંગના ના કિસ્સામાં તિલકની વાત 100 ટકા સાચી સાબિત થાય છે.

વડાપ્રધાન મોદી તે સમારોહમાં હાજર છે અને કંગનાના વખાણ કરે છે, જેમણે આઝાદીને ભીખ કહી હોય. જો સ્વતંત્રતા અને ક્રાંતિકારીઓના બલિદાન માટે કોઈ આદર હોય તો કંગના નો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર આ દેશદ્રોહી નિવેદન માટે પાછો ખેંચી લેવો જોઈએ.

રાઉતે આગળ લખ્યુ છે કે, કંગનાનુ નિવેદન સાંભળીને ગુજરાતમાં સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આંખમાંથી પણ આંસુ પડતા હશે.

આ પણ વાંચો : પાકિસ્તાને ભારતીય શીખ યાત્રાળુઓ માટે 3 હજાર વિઝા જારી કર્યા

આ પણ વાંચો :ચીની સૈનિકો POKમાં સરહદી ચોકીઓ અને ગામડાઓનું સર્વેક્ષણ કરી રહ્યા છે