Not Set/ સંજય સિંહે ગૃહમંત્રી અમિત શાહને કહ્યુ- ‘ભાઈ તુ ગૃહમંત્રી છે કે બસ કંડક્ટર’

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાહીન બાગ હવે સૌથી મોટો મુદ્દો બની ગયો છે. શાહીન બાગ ઉપર ભાજપનાં નેતાઓ સતત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાનો સાધી રહ્યા છે. ભાજપે ‘શાહીન બાગમાં કોણ ક્યા’ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન, આમ આદમી પાર્ટીનાં નેતા અને સાંસદ સંજયસિંહે ગૃહમંત્રી અમિત શાહ પર વિવાદિત નિવેદન આપ્યું છે. સંજય સિંહે […]

Top Stories India
shah સંજય સિંહે ગૃહમંત્રી અમિત શાહને કહ્યુ- ‘ભાઈ તુ ગૃહમંત્રી છે કે બસ કંડક્ટર’

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાહીન બાગ હવે સૌથી મોટો મુદ્દો બની ગયો છે. શાહીન બાગ ઉપર ભાજપનાં નેતાઓ સતત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાનો સાધી રહ્યા છે. ભાજપે ‘શાહીન બાગમાં કોણ ક્યા’ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન, આમ આદમી પાર્ટીનાં નેતા અને સાંસદ સંજયસિંહે ગૃહમંત્રી અમિત શાહ પર વિવાદિત નિવેદન આપ્યું છે.

સંજય સિંહે અમિત શાહ દ્વારા ચૂંટણી સભાઓમાં શાહીન બાગનો વારંવાર ઉલ્લેખ કરવા પર ટ્વીટ કરી તંજ કસ્યો છે. તેમણે લખ્યું છે “શાહીન બાગ શાહીન બાગ શાહીન બાગ શાહીન બાગ શાહીન બાગ શાહીન બાગ શાહીન બાગ, જનતા: “ભાઈ તુ ગૃહ મંત્રી છે કે બસ કંડક્ટર”

તાજેતરમાં જ ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘બટન (ઇવીએમ) ને એટલા ગુસ્સાથી દબાવવું કે બટન અહી બાબરપુરમાં દબાય, કરંટ શાહીન બાગની અંદર લાગે.’ ત્યારબાદ, અમિત શાહે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘બટન એટલી શક્તિથી દબાવવુ કે 8 ફેબ્રુઆરીએ શાહીન બાગનાં પ્રદર્શનકારીઓને જગ્યા છોડવાની ફરજ પડે.’ શાહનાં આ નિવેદનો અંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપ વિરુદ્ધ આક્રમક છે.

ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં એક પ્રચાર શરૂ કરી દીધો છે. જેમાં ભાજપ આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ અને અન્ય લોકોને પૂછશે કે તેઓ શાહીન બાગનાં સમર્થનમાં છે કે વિરોધમાં છે? ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હી ચૂંટણીનું નેતૃત્વ કરી રહ્યા છે. 1 ફેબ્રુઆરીથી ભાજપ તેના 200 સાંસદોને મેદાનમાં ઉતારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.