Cricket/ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસને ન મળી જગ્યા, પસંદગી સમિતિ પર કરી આડકતરી રીતે ટીકા

જેમાં, તેમણે તાજેતરમાં સમાપ્ત થયેલ IPL 2021 નાં ​​કેટલાક શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પસંદ કર્યા, તે દરમિયાન સંજુ સેમસનને ટીમમાં સ્થાન ન મળવાના નિર્ણયે તમામ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે.

Sports
સંજૂ સેમસન

યુવા વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને ન્યૂઝીલેન્ડ સામેની ભારતની T20I ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતીય પસંદગી સમિતિએ મંગળવારે કિવી સામેની સીરીઝ માટે 16 સભ્યોની ટીમની પસંદગી કરવા માટે બેઠક કરી હતી. જેમાં, તેમણે તાજેતરમાં સમાપ્ત થયેલ IPL 2021 નાં ​​કેટલાક શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પસંદ કર્યા, તે દરમિયાન સંજુ સેમસનને ટીમમાં સ્થાન ન મળવાના નિર્ણયે તમામ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે.

આ પણ વાંચો – T20 World Cup / એકવાર ફરી દર્શકોથી ભરેલુ જોવા મળશે સ્ટેડિયમ, ફાઈનલ મેચ માટે તૈયારી શરૂ

આ દરમિયાન, કેરળનાં ક્રિકેટરે સોશિયલ મીડિયા પર કોઈપણ કેપ્શન વિના તસવીરોનો કોલાજ પોસ્ટ કર્યો છે, જે પસંદગી સમિતિની ટીકા સમાન લાગી રહ્યો છે. એક અહેવાલ અનુસાર, પસંદગીકારો સંજુ સેમસનની ફિટનેસથી ખુશ ન હોતા, જે તેમને T20I ટીમમાંથી બહાર રાખવાનું સંભવિત કારણ હોઈ શકે છે. પોતાના ટીકાકારોને જવાબ આપવા માટે, 26 વર્ષીય ક્રિકેટરે કેટલીક તસવીરો પોસ્ટ કરી જેમાં તે બાઉન્ડ્રી પર કેટલાક શાનદાર કેચ લેતો જોવા મળે છે. સેમસને 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ત્યારથી તે ટીમની અંદર અને બહાર થઇ રહ્યો છે. તેને અત્યાર સુધી માત્ર એક ODI અને 10 T20 ઈન્ટરનેશનલ રમવાની તક મળી છે. સેમસને તાજેતરમાં IPL 2021નાં બીજા તબક્કામાં સારો દેખાવ કર્યો હતો.

આ પણ વાંચો – T20 World Cup / ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રમાશે ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલ, જાણો કઇ ટીમનો રહ્યો છે દબદબો

પસંદગીકારોએ વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ અને અવેશ ખાનને ટીમમાં સામેલ કર્યા છે, પરંતુ કેટલાક મોટા નામો ગાયબ છે. હર્ષલ પટેલ, ઋતુરાજ ગાયકવાડ અને વેંકટેશ અય્યરને IPL 2021નાં બીજા ચરણમાં શાનદાર પ્રદર્શનનાં આધારે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આવી સ્થિતિમાં સેમસન ટીમમાં જગ્યા ન બનાવી શકવાથી ઘણો નિરાશ હશે. જો કે, સેમસનને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલી તકો મળી છે તેમાં તે ખાસ કરી શક્યો નથી. ટીમ ઈન્ડિયા 17 નવેમ્બરથી જયપુરમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચ રમશે, ત્યારબાદ રાંચી (19 નવેમ્બર) અને કોલકાતા (21 નવેમ્બર)માં મેચ રમશે.