Not Set/ સર્વ ધર્મ સમભાવ/  હવે હિન્દુ રિવાજ સાથે મસ્જીદમાં ગુંજશે શરણાઈના સુર

જ્યાં દેશમાં CAA અને NRC મુદ્દે હિંસાનું વાતાવરણ ફેલાયું છે ત્યાં જ બીજી તરફ મુસ્લિમ સમાજ દ્વારા ૧૯ જાન્યુઆરીના રોજ એક હિંદુ લગ્નનું મસ્જીદમાં આયોજન કરીને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેરળની એક મસ્જિદમાં હિન્દુ સમાજના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.  જે પોતાનામાં એક દુર્લભ બાબત છે. બિંદુ અને દિવંગત અશોકનની પુત્રી અંજુ (22) […]

India
વડોદરા 3 સર્વ ધર્મ સમભાવ/  હવે હિન્દુ રિવાજ સાથે મસ્જીદમાં ગુંજશે શરણાઈના સુર

જ્યાં દેશમાં CAA અને NRC મુદ્દે હિંસાનું વાતાવરણ ફેલાયું છે ત્યાં જ બીજી તરફ મુસ્લિમ સમાજ દ્વારા ૧૯ જાન્યુઆરીના રોજ એક હિંદુ લગ્નનું મસ્જીદમાં આયોજન કરીને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કેરળની એક મસ્જિદમાં હિન્દુ સમાજના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.  જે પોતાનામાં એક દુર્લભ બાબત છે. બિંદુ અને દિવંગત અશોકનની પુત્રી અંજુ (22) ના લગ્ન 19 જાન્યુઆરીએ ચેરૂવલ્લી મુસ્લિમ જમાત મસ્જિદના કમ્પાઉન્ડમાં હિન્દુ રિવાજો સાથે થશે.

Image result for hindu marriage

કેરળની એક મસ્જિદમાં જલ્દીથી હિન્દુ લગ્ન યોજવામાં આવશે.  બિંદુ અને દિવંગત અશોકનની પુત્રી અંજુ (22) ના લગ્ન 19 જાન્યુઆરીએ ચેરૂવલ્લી મુસ્લિમ જમાત મસ્જિદના કમ્પાઉન્ડમાં હિન્દુ રિવાજો સાથે થશે. આર્થિક રીતે નબળી કન્યાના પરિવારે લગ્ન માટે મસ્જિદ સમિતિની મદદ માંગી હતી. ચેરૂવલ્લી જમાત સમિતિના સેક્રેટરી નુઝુદ્દીન એલ્યુમટિલે કહ્યું કે, ‘મસ્જિદ સમિતિ અંજુને લગ્નની ભેટ રૂપે 10 તોલા ​​વજનનું સોનું અને બે લાખ રૂપિયા આપશે. લગ્ન હિંદુ રિવાજોથી થશે. અમે આશરે 1000 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે.

Related image

તેમણે કહ્યું કે, પરિવાર મસ્જિદની નજીક રહે છે અને 2018 માં યુવતીના પિતા અશોકનના મૃત્યુ બાદ પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, ‘અમેં તેમના નાના બાળકને તેના અભ્યાસમાં વ્યક્તિગત મદદ કરી છે.’

નુઝુદ્દીને કહ્યું, ‘પરિવારે મસ્જિદ સમિતિને મદદ માટે વિનંતી કરી કારણ કે લગ્નનો ખર્ચ ખૂબ વધારે હતો. તેથી, સમિતિએ પરિવારને ટેકો આપવાનો નિર્ણય કર્યો. વરરાજા શરત શશીના લગ્ન 19 જાન્યુઆરીએ અંજુ સાથે મસ્જિદ સંકુલમાં સવારે 11.30 થી 12.30 દરમિયાન થશે.

Related image

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લગ્નકાર્ડમાં જમાત સમિતિએ કહ્યું છે કે તે પરિવારની વિનંતીથી લગ્નનું આયોજન કરી રહી છે અને તેમાં દરેકને સમારોહમાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.