ગુજરાત/ સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ ગીરના દર્શન કરી ધન્યતા અનુભવતા તમિલ બંધુઓ

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની ગઈકાલથી શરૂઆત થઈ છે. ત્યારે તમિલ બંધુઓએ ગુજરાતના વિખ્યાત સાસણગીર ખાતે દેવડીયા સફારી પાર્કમાં સિંહ દર્શન કરીને રોમાંચ અનુભવ્યો હતો. સિંહની સાથે વન્ય પ્રાણીઓના પણ દર્શન કર્યા હતા.

Gujarat Others
સૌરાષ્ટ્ર તમિલ સંગમ

સોમનાથથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની શરૂઆત થઈ છે.ત્યારે તમિલથી આવેલા 300 જેટલા બાંધવું એ ગીરની મુલાકાત લઈને સરકારની કામગીરીની પ્રશંસના કરી હતી.અને સ્થાનિક લોકોને તમિલનાડુમાં પધારવા પણ આમંત્રણ આપ્યું હતુ.તમિલ બંધુઓએ ગુજરાતના વિખ્યાત સાસણગીર ખાતે દેવડીયા સફારી પાર્કમાં સિંહ દર્શન પણ કર્યા હતા. સાથે જ સિંહ તેમજ અન્ય જીવોની લાક્ષણિકતાઓ વિશે તેમને માહિતી પણ આપવામાં આવી હતી.આમ સિંહ સહિતના વન્ય પ્રાણીઓને નિહાળી તમિલ બંધુઓ આનંદિત થયા હતા.

સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી હિજરત પામેલા અને હાલ તમિલ બંધુઓને ફરી પોતાના પુનઃ વતન સાથે જોડવાનો અવસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મળ્યો છે.ત્યારે સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થઈને જૂનાગઢ જિલ્લાના સાસણના દેવળીયા સફારી પાર્ક ખાતે પ્રકૃતિના ખોળે વિહરતા સિંહોને નજીકથી નિહાળવાનો સૌરાષ્ટ્રીયન-તમિલ બંધુઓને એક અલગ જ અવસર મળ્યો હતો.

દરમિયાન સિંહ, દીપડા, સાબર, હરણ સહિતના વન્ય પ્રાણીઓને નજીકના અંતરેથી નિહાળવાની રોમાંચ અનુભવવાની સાથે પક્ષીઓના મીઠા કલરવને સાંભળી કાયમ માટે એક યાદગીરીના સંભારણાનું ભાથું બાંધ્યું હતું.

તમિલથી આવેલા 300 જેટલા બાંધવું એ ગીરની મુલાકાત લઈને સરકારની કામગીરીની પ્રશંસના કરી હતી સાથે લોકોને તમિલનાડુમાં પધારવા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રવાસ દરમિયાન ૧૬ જેટલા ગાઈડ ભાઈઓ-બહેનોએ એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ એવા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની વિશેષતાઓથી અવગત કરાવ્યા હતા. સાથે જ સિંહ તેમજ અન્ય જીવોની લાક્ષણિકતાઓ વિશે પણ જાણકારી આપી હતી.

આમ સાસણગીર ખાતે સિંહ સહિતના વન્ય પ્રાણીઓને નિહાળી તમિલ બંધુઓ આનંદિત થયા હતા સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ