Pride/ નવા વાડજનો યુવાન રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયો, મી. ઈન્ડિયા સ્પર્ધામાં આવ્યો પ્રથમ

મી. અમદાવાદ થી મી ઈન્ડિયા પ્રતિયોગીતામાં પ્રથમ આવનાર અને અમદાવાદનું નામ રોશન કરનાર સાવન ભટ્ટ વ્યવસાયે એક હેલ્થ ટ્રેનર પણ છે.

Ahmedabad Gujarat
3 39 નવા વાડજનો યુવાન રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયો, મી. ઈન્ડિયા સ્પર્ધામાં આવ્યો પ્રથમ

દરેક યુવાનું એક સ્વપ્ન હોય છે. એમાં પણ ખાસ કરીને આજકાલ તો યુવાઓને બોલિવૂડનું વળગણ લાગ્યું  હોય છે. પરંતુ તેમાં સફળ થવાની સીડી એટ્લે મી. અને મિસ ઈન્ડિયા જેવી સ્પર્ધાઓ. જો કે ઘણા ઓછા યુવાઓ છે જે આવી સ્પર્ધામાં ભાગ લે છે અને તેને જીતે છે. ત્યારે અમદાવાદનાં વાડજ વિસ્તારમાં રહેતા સાવનની  વાત જ અલગ છે. નાનપણ થી જ ડાંસિંગનો શોખ ધરાવતા સાવનએ ક્યારેય વિચાર્યું પણ નોહતું કે એક દિવસ મી. ઈંડિયાનું ખિતાબ એ મેળવી શકશે.

નાનપણ માં ડાન્સનો શોખ હોવાથી ડાન્સ શીખ્યો અને પછી પોતાના ડાન્સ ક્લાસ ચલાવતા સાવનએ નર્સિંગ જેવા વિષય સાથે BSC સુધીનો અભ્યાસ કર્યો છે. અને હાલમાં અમદાવાદ ની SVP હોસ્પીટલમાં હેલ્થ ટ્રેનર તરીકે નોકરી કરે છે. પરંતુ તેની અંદર રહેલો કળાનો જીવ તેને ફરી એકવાર ઝાક્મઝોળ ની દુનિયામાં લઈ જાય છે.

12 9 નવા વાડજનો યુવાન રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયો, મી. ઈન્ડિયા સ્પર્ધામાં આવ્યો પ્રથમ

અને અમદાવાદ માં 27 માર્ચ 2022માં યોજાયેલી ફેશન શોમાં ભાગ લીધો હતો. અને વિજેતા જાહેર થયો હતો. બસ ત્યારથી  સાવને પાછું વળી ને જોયું જ નથી. બહુ જ ટૂંકા ગાળામાં તેને મી. અમદાવાદ નો ખિતાબ મેળવ્યો હતો. અને જ્યાં હિના ખાન નિર્ણાયક તરીકે આવ્યા હતા. ત્યાર બાદ મી. ગુજરાતનો ખિતાબ પણ મળ્યો હતો.

અને ત્યાર બાદ આ બે ખિતાબના આધારે મી. ઇન્ડિયાની સ્પર્ધામાં પણ તેને ભાગ લેવાનો મોકો મળ્યો. અને 1 જૂન ના રોજ દિલ્હી ખાતે યોજાયેલી મી. ઈન્ડિયા કોમ્પિટિશન પણ સાવન એ જીતી ગુજરાત અને અમદવાદનું નામ રોશન કર્યું છે. જ્યાં પ્રિન્સ નરુલ્લા , રાજ ખન્ના, અભિ તિવારી જેવા નિર્ણયકો પણ હાજર હતા.

અત્રે નોધનીય  છે કે કેટરિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા માતપિતાનું એક માત્ર સંતાન સાવન ભટ્ટ આગામી સમયમાં મી વર્લ્ડ ની સ્પર્ધા માં ભાગ લેવા માગે છે. અને પોતાના સ્પનને પાંખો આપવા માંગે છે. તો ભવિષ્યમાં બોલીવુડમાં પણ  કારકિર્દી બનાવવા ઈચ્છે છે. જોકે હાલમાં પણ સાવનને  વેબ સીરિઝ, ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા જેવા માટે ઓફર થઈ રહી છે.