લખીમપુર હિંસા કેસ/ આશિષ મિશ્રાની જામીન રદ કરવા SC સમિતિની ભલામણ,4 એપ્રિલે સુનાવણી

ખેડૂતોના આંદોલન દરમિયાન લોકો પર કાર ચઢાવવાના આરોપી આશિષ મિશ્રાની જામીન રદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.

Top Stories India
9 25 આશિષ મિશ્રાની જામીન રદ કરવા SC સમિતિની ભલામણ,4 એપ્રિલે સુનાવણી

લખીમપુર ખીરી કેસના આરોપી આશિષ મિશ્રાની જામીન પર તલવાર લટકતી જોવા મળી રહી છે. ખેડૂતોના આંદોલન દરમિયાન લોકો પર કાર ચઢાવવાના આરોપી આશિષ મિશ્રાની જામીન રદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. આ ઘટના ગયા વર્ષે 3 ઓક્ટોબરે લખીમપુર ખીરીમાં બની હતી. કોર્ટે બુધવારે કહ્યું કે તેના દ્વારા રચાયેલી સમિતિએ આશિષ મિશ્રાના જામીન રદ કરવાની પણ ભલામણ કરી છે. લખીમપુર ખીરીની ઘટનાઓ પર નજર રાખવા માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી.

ઉલ્લેખની છે કે લખીમપુર ખીરી ઘટનાનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા છે ,હાલ તેના જામીન અંગેની સુનાવણી 4 એપ્રિલ સુધી સુપીમ કોર્ટે મુલતવી રાખી છે, આ ઘટનામાં એસયુવી દ્વારા ખેડૂતોને કચડી નાંંખવામાં આવ્યા હતા અને આ ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિશ્વ બની હતી. આ કેસમાં કેોન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી છે .