Not Set/ સ્કેમ: આયુષ્માન ભારત યોજનામાં રજિસ્ટ્રેશનના નામે ઠગાઈ, સરકારે ૫૦ કરોડ લાભાર્થીઓનું બનાવ્યું લિસ્ટ, જાણો યોજના સાથે જોડાયેલી મહત્વની વાતો

  દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જાહેર કર્યું હતું કે, ‘આયુષ્માન ભારત’ યોજના ૨૫ સપ્ટેમ્બરથી શરૂ થશે. પંડિત દીનદયાળની જયંતિ પર આ સ્કીમ શરૂ કરવામાં આવશે. સામાન્ય લોકોને આ સ્કીમમાં રજિસ્ટ્રેશનના નામે ભોળવવામાં આવી રહ્યા છે. ઘણાં લોકો નકલી વેબસાઈટ બનાવીને ‘આયુષ્માન ભારત’ યોજનાના નામે રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. આ […]

Top Stories Health & Fitness India
1534483239 Aayushman Bharat Yojana સ્કેમ: આયુષ્માન ભારત યોજનામાં રજિસ્ટ્રેશનના નામે ઠગાઈ, સરકારે ૫૦ કરોડ લાભાર્થીઓનું બનાવ્યું લિસ્ટ, જાણો યોજના સાથે જોડાયેલી મહત્વની વાતો

 

દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જાહેર કર્યું હતું કે, ‘આયુષ્માન ભારત’ યોજના ૨૫ સપ્ટેમ્બરથી શરૂ થશે. પંડિત દીનદયાળની જયંતિ પર આ સ્કીમ શરૂ કરવામાં આવશે. સામાન્ય લોકોને આ સ્કીમમાં રજિસ્ટ્રેશનના નામે ભોળવવામાં આવી રહ્યા છે. ઘણાં લોકો નકલી વેબસાઈટ બનાવીને ‘આયુષ્માન ભારત’ યોજનાના નામે રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. આ સિવાય ‘આયુષ્માન ભારત’ યોજનાનાં નામ પર વ્હોટ્સ એપ પર પણ ઘણાં ખોટા મેસેજ ફરી રહ્યા છે.

અમુક લોકોએ સરકારની ‘આયુષ્માન ભારત’ યોજનાની વેબસાઈટ જેવી દેખાતી નકલી વેબસાઈટ બનાવી લીધી છે. હજી સુધી ‘આયુષ્માન ભારત’નું પોર્ટલ લાઇવ થયું નથી. આ ખોટી વેબસાઈટોને અસલી બતાવવા માટે નરેન્દ્ર મોદીનો ફોટો પણ વાપરવામાં આવ્યો છે. લોકો પાસેથી ૧૦૦૦ થી ૨૦૦૦ રૂપિયા સુધીનું પ્રિમીયમ પણ માંગવામાં આવી રહ્યું છે. આ મેસેજમાં લોકોને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોચાડવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે.

આયુષ્માન ભારત યોજનામાં એક પરિવારને પાંચ લાખ રૂપિયા સુધી હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ મળશે. આનો લાભ દેશનાં ૫૦ કરોડ લોકો સુધી પહોચાડવામાં આવશે. આ કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ છે.

ખોટા મેસેજથી સાવધાન. અહી વાંચો આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલી મહત્વની વાતો…

  1. હજી સુધી સરકારે ‘આયુષ્માન ભારત’નાં નામે કોઈ અલગ પોર્ટલ બનાવ્યું નથી.
  2. ‘આયુષ્માન ભારત’ યોજનામાં ક્યાંય પણ આવેદન આપવાનું નથી કે નથી ક્યાંય રજિસ્ટ્રેશન કરવાનું.
  3. આ યોજનાના લાભાર્થી 10 કરોડથી વધારે પરિવાર અને ૫૫ કરોડ લોકો છે, જેની ઓળખ પહેલાથી જ થઇ ગઈ છે.
  4. સામાજિક આર્થિક જનગણનાના આધારે પરિવારોની પસંદગી થઇ છે.
  5. યોજનાનું પ્રિમીયમ જમા કરાવાનું નથી. ‘આયુષ્માન ભારત’ યોજના મફત છે.
  6. જે લોકોને આ યોજનાનો લાભ મળશે એ લોકોને એની માહિતી એક પત્ર દ્વારા આપવામાં આવશે. એટલે જો તમને આ યોજનાનો લાભ મળવાનો હશે તો તમારા એડ્રેસ પર તે માટેનો પત્ર આવશે.
  7. ૨૫ સપ્ટેમ્બરના રોજ સ્કીમ લોન્ચ કર્યા બાદ જ સરકાર આ પત્ર મોકલવાનું શરુ કરશે.
  8. નકલી વેબસાઈટ બનાવનારા પર અને ખોટા વ્હોટ્સ એપ મેસેજ મોકલનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
  9. અત્યાર સુધી ૨૮ રાજ્યોએ આ સ્કીમમાં જોડવા માટે મંજૂરી આપી દીધી છે.
  10. આ સ્કીમનો માત્ર એક જ હેલ્પલાઇન નંબર ૧૪૫૫ છે.

તો હવે તમને કોઈ મેસેજ મળે આ યોજનાને લઈને તો તેના પર ધ્યાન આપવું નહી અને આ મહત્વની વાતોને ધ્યાનમાં રાખીને જ યોગ્ય પગલાં ભરવા.