Cyber Fraud/ QR કોડ સ્કેન કરતા રાખો સાવધાની થઈ શકો સાયબર ફ્રોડના શિકાર

ઈન્ટરનેટની દુનિયામાં સમયાંતરે ફ્રોડની ટેકનીક બદલાય છે. મોબાઈલ દ્વારા લોકોની જાસૂસી પણ થઈ શકે છે. એફબીઆઈ અનુસાર QR કોડ્સને સ્કેન કર્યા બાદ તમારો મોબાઈલ હેક થઈ શકે છે.

Trending Tech & Auto
YouTube Thumbnail 2023 10 27T124525.637 QR કોડ સ્કેન કરતા રાખો સાવધાની થઈ શકો સાયબર ફ્રોડના શિકાર

આજે લોકો ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. રોજંદી વ્યસ્ત લાઈફમાં પેમેન્ટ કરવા ઓનલાઈન પ્લેટફોર્મનો વપરાશ તેમના માટે વધુ સરળ બન્યો છે. ટેકનોલોજીના લાભ સાથે તેના ગેરલાભ પણ થતા હોય છે. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લોકો સાથે નવી તકનીકનો ઉપયોગ કરી ફ્રોડ કરવામાં આવે છે. સાયબર સિક્યોરીટીમાં ફ્રોડ થયાની બહુ બધી ફરિયાદો સામે આવે છે. લિંક દ્વારા લોકોને છેતરવું એ સાયબર ગુનાઓની સૌથી સામાન્ય પદ્ધતિઓ પૈકીની એક છે.

સાયબર સિક્યોરિટી કંપનીઓએ જણાવ્યું કે સ્કેમર્સ લોકોને છેતરવા માટે ફિશિંગ લિંક્સની મદદ લઈ રહ્યા છે. જેમાં બદલાવ કરી હવે લોકોને છેતરવા સ્કેમર્સ ઈમેલમાં QR કોડ મોકલે છે. હાલમાં સ્કેમર્સ લોકોને છેતરવા ઇમેઇલ ઉપરાંત અન્ય ઘણી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.

જ્યારે કોઈ વપરાશકર્તા ભેટો માટે કોડ સ્કેન કરે છે અથવા પરત કરે છે, ત્યારે તેણે પાસવર્ડ દાખલ કરવો પડશે. જો તમે પાસવર્ડ દાખલ કરશો, તો તમે કૌભાંડનો શિકાર બનશો. કારણ કે તે તમને કોઈ ભેટ નહીં આપે, પરંતુ તમારા ખાતામાંથી પૈસા કપાશે. સ્કેમર્સ લોકોને ફસાવવા માટે દુકાનો અને અન્ય સ્થળોએ ચહેરાના QR કોડ પણ સ્કેન કરી રહ્યા છે.

QR કોડ સ્કેન કરતા બની શકો છો સ્કેમર્સનો શિકાર

આપણે ખરીદી કરતા જોઈએ છીએ કે દુકાનો પર QR કોડ પેસ્ટ લગાવવામાં આવ્યા હોય છે. અને આ QR કોડ પર સ્કેમર્સ વચ્ચે ફેસ કોડ પણ પેસ્ટ કરી રહ્યા છે, જેના કારણે તમારું પેમેન્ટ સરળતાથી બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય. અમેરિકન એજન્સી FBIએ થોડા સમય પહેલા આવા સ્કેમર્સ અંગે ચેતવણી પણ જારી કરી હતી. FBIએ કહ્યું છે કે કેટલીકવાર સ્કેમર્સ વાસ્તવિક QR કોડ પર નકલી કોડ લગાવે છે. આ કોડ સ્કેન થતા તમારો ફોન હેક થઈ જાય છે. અને હેકર્સ પાસે તમારો ડેટા પંહોચી જાય છે. આ રીતે હેકર્સ મોબાઈલમાં માલવેર પણ ડાઉનલોડ કરી શકે છે.

લોકોને અપાય છે લાલચ

QR કોડથી થતા સ્કેમમાં જેમ માછલીને જાળમાં ફસાવતા પહેલા તેને ખાવાનું આપવામાં આવે તેમ ફિશિંગ લિંક્સ મોકલી લોકોને ભેટ માટે લાલચ આપવામાં આવે છે. અને જ્યારે વપરાશકર્તા આ લિંક પર કલીક કરે ત્યારે સ્કેમર્સની જાળમાં ફસાઈ જાય છે અને તેનું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. આ પ્રકારનું કૌભાંડ સામાન્ય રીતે ઈમેલ અથવા એસએમએસ દ્વારા કરવામાં આવે છે. સરકાર, બ્રાન્ડ્સ અને સાયબર સિક્યોરિટી કંપનીઓ આવા કૌભાંડો સામે લોકોને સતત ચેતવણી આપી રહી છે. જેના બાદ લોકો આવા એસએમએસ અને ઈમેલને અવગણવા લાગ્યા છે. આથી સ્કેમર્સ લોકોને લલચાવવા ફિશિંગ લિંક્સને બદલે QR કોડ્સ મોકલવાનું શરૂ કર્યું. યુઝર આ કોડ્સને સ્કેન કરતાની સાથે જ તેમનું કામ થઈ જાય છે.

કોડ સ્કેન કરતા શું થાય છે?

જ્યારે તમે QR કોડ સ્કેન કરો છો, ત્યારે નકલી વેબસાઇટ પર તમને રીડાયરેક્ટ કરવામાં આવશે. આ વેબસાઇટ તમને તમામ પ્રકારની પરવાનગી એક્સેસ માટે પૂછે છે. આ ડેટાની મદદથી સ્કેમર્સ લોકો સાથે છેતરપિંડી કરે છે.

રાખો સાવધાની

ઈન્ટરનેટની દુનિયામાં સમયાંતરે ફ્રોડની ટેકનીક બદલાય છે. તમે જાગૃત બની બદલાતી તકનીક બાબતો પર ધ્યાન આપી છેતરપિંડીથી સુરક્ષિત રહી શકો છો. આ માટે તમારે હંમેશા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. QR કોડ સાથેનો ઈમેલ એ પ્રથમ સંકેત છે. જો તમને ઈમેલમાં QR કોડ દેખાય, તો તેને જોખમી ગણો. સ્કેમર્સ ઘણીવાર ઉતાવળમાં લોકોનો લાભ લેવા માંગે છે. આ માટે તેઓ પાસવર્ડ સાથે ચેડાં કે સર્વિસ એક્સપાયરી જેવા ઈમેલ મોકલે છે. જેના કારણે લોકો ઉતાવળે ખોટાં પગલાં ભરે છે.

સાયબર ફ્રોડથી બચવા કોઈપણ ઈમેલ પર વિશ્વાસ કરતા પહેલા તેને બે વાર તપાસો. આવી સામાન્ય પરંતુ મહત્વની બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો. ખરીદી કર્યા બાદ QR કોડ સ્કેન કરતી વખતે ઉતાવળ ન કરો. કોડ સ્કેન થયા બાદ તેના નામની ચકાસણી કરો. કોડ દુકાનદારના નામે હોય તો જ પેમેન્ટ કરો. ઓનલાઈન ખરીદીમાં પણ સર્તકતા રાખો.


whatsapp ad White Font big size 2 4 QR કોડ સ્કેન કરતા રાખો સાવધાની થઈ શકો સાયબર ફ્રોડના શિકાર


આ પણ વાંચો : West Bengal/ EDએ પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકની કરી ધરપકડ

આ પણ વાંચો : કાર્યવાહી/ મુંદ્રા બંદરે ડીઆરઆઇની કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ

આ પણ વાંચો : ફટકો/ બજારના કડાકામાં ગુજરાતની કંપનીઓને થયું જંગી નુકસાન