Gujarat Corona-1/ ગુજરાતમાં ડરાવતો કોરોના, દૈનિક કેસો 400ની નજીક

ગુજરાતમાં કોરોના હવે ડરાવી રહ્યો છે. કોરોનાના કેસો હવે પ્રતિ દિન 400ના સ્તરની નજીક પહોંચી ગયા છે. અમદાવાદમાં શુક્રવારે 142 નવા કોવિડ કેસ નોંધાયા હતા જ્યારે ગુજરાતમાં 392 નોંધાયા હતા.

Top Stories Gujarat
Gujarat Corona 1 ગુજરાતમાં ડરાવતો કોરોના, દૈનિક કેસો 400ની નજીક

અમદાવાદ: ગુજરાતમાં કોરોના હવે ડરાવી રહ્યો છે. Gujarat Corona કોરોનાના કેસો હવે પ્રતિ દિન 400ના સ્તરની નજીક પહોંચી ગયા છે. અમદાવાદમાં શુક્રવારે 142 નવા કોવિડ કેસ નોંધાયા હતા જ્યારે ગુજરાતમાં 392 નોંધાયા હતા. દૈનિક નોંધાયેલા કેસોની સંખ્યા પ્રમાણમાં ઓછા ડિસ્ચાર્જ સામે ઊંચી રહી હતી, જે સતત ત્રીજા દિવસે સક્રિય કેસોમાં વધારો દર્શાવે છે.

ગીર સોમનાથમાં કોવિડ દર્દીનું મોત નીપજ્યું છે, કુલ મૃત્યુઆંક 11,066 પર પહોંચી ગયો છે. Gujarat Corona 258 દર્દીઓના ડિસ્ચાર્જ બાદ સક્રિય કેસની સંખ્યા 2,220 પર પહોંચી ગઈ છે. વર્તમાન ઉછાળામાં નોંધાયેલા કેસોની આ બીજી સૌથી વધુ સંખ્યા છે અને 31 માર્ચે સૌથી વધુ 2,310 કેસ નોંધાયા હતા. અન્ય સક્રિય કેસોમાં મહેસાણાના 35, વડોદરાના 30, વડોદરા શહેરમાં 28, સુરત શહેરમાં 27 અને રાજકોટ શહેરમાં 15 કેસનો સમાવેશ થાય છે. રાજ્યના આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ, ત્રણ સક્રિય દર્દીઓ વેન્ટિલેટર પર હતા.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થવાના પગલે આરોગ્ય મંત્રાલય હરકતમાં આવી ગયું છે. Gujarat Corona આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો આ જ ઝડપ ચાલુ રહી તો કોરોનાના કેસોની મે મહિનામાં દૈનિક ધોરણે હજાર કેસોને વટાવી શકે છે. જો કે તેની સાથે તેઓનું કહેવું છે કે ભલે કોરોનાના કેસો વધી રહ્યા, પરંતુ તેનાથી થતાં મૃત્યુનું સ્તર ઘણું ઓછું છે. તેથી ચિંતાની કોઈ વાત નથી, પરંતુ સાવચેતી દાખવવી અત્યંત જરૂરી છે. તેની સાથે તેઓએ જણાવ્યું હતું કે હવે લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. તેની જોડે-જોડે લગ્ન સમારંભોમાં પણ મર્યાદા રાખવી જોઈએ.

ગુજરાત અને સમગ્ર ભારતમાં એપ્રિલ અને મે મહિનો લગ્નની અને સામાજિક પ્રસંગોની સીઝન મનાય છે. Gujarat Corona તેથી સરકાર આમાં પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ મૂકી શકે તેવી સ્થિતિમાં નથી. આ સંજોગોમાં કોરોના યોગ્ય વર્તણૂક જરૂરી બની ગઈ છે. લોકોએ પણ ભીડવાળી જગ્યાઓમાં જવાનું ટાળવું જોઈએ. તેની સાથે નિષ્ણાતોનું કહેવું છે કે મેના અંત સુધીમાં કોરોના ટોચ પર પહોંચ્યા પછી જુનથી સ્થિતિ સુધરી શકે છે.

આ પણ વાંચોઃ INDIA CORONA/ ભારતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો, દૈનિક કેસોએ 11,109 પર પહોંચ્યા

આ પણ વાંચોઃ ચન્ની-સંપત્તિ/ પંજાબની ભૂતપૂર્વ સીએમ ચન્ની પાસે ચવન્ની નહી, કરોડોની સંપત્તિ

આ પણ વાંચોઃ જાપાનના પીએમ પર હુમલો/ જાપાનના પીએમ કિશિદા પર હુમલોઃ માંડ-માંડ બચ્યા