Ahmedabad/ અમદાવાદમાં કબીર સિંઘ મુવીના દ્રશ્યો સર્જાયા, પ્રેમિકાના ઘરે જઈ કર્યું આવું…..

અમદાવાદમાં કબીર સિંઘ મુવીના દ્રશ્યો સર્જાયા, પ્રેમિકાના ઘરે જઈ કર્યું આવું…..

Ahmedabad Gujarat
crime 10 અમદાવાદમાં કબીર સિંઘ મુવીના દ્રશ્યો સર્જાયા, પ્રેમિકાના ઘરે જઈ કર્યું આવું.....

@રીઝવાન શેખ, અમદાવાદ

ટીવી સિરિયલ અને ફિલ્મોમાં આપણે મોટા ભાગે જોતા હોઈએ છીએકે પ્રેમી પ્રેમિકાની પાછળ પાગલ બનીને ફરતો હોય છે અને પોતાના પ્રેમને પામવા માટે ધારે એ કાર્ય કરે છે. જેમ કબીર સિંઘ નામની ફિલ્મમાં શાહિદ કપૂર પ્રેમમાં પાગલ થઈને નશાની લત ઉપર ચડી જાય છે અને પોતાના મનમાં આવે તેવી ઉટપટાંગ હરકતો કરીને તેની પ્રેમિકા જોડે તે લગ્ન કરે છે. આવી ઘટનાઓ ફિલ્મોમા જોવામાં સારી લાગે છે. પરંતુ, જયારે સમાજમાં આવી ઘટના બને છે ત્યારે તેની સમાજ ઉપર ખુબજ વિપરીત અસર પડતી હોય છે.

Gujarat / ટૂંક સમયમાં ગુમાસ્તા ધારામાં આવી શકે ધરખમ ફેરફાર, ફીમાં થઇ શ…

America / વિદાય સંદેશમાં ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પે કહ્યું, – …

આવી જ એક ઘટના અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મોહનલાલની ચાલી પાસેના મકાનમાં ગઈ કાલે બની હતી.  રેશ્મા બાનું ( નામ બદલેલ છે ) પોતાના ઘરમાં સુઈ રહ્યા હતા. ત્યારે નવાઝ શેખ નામનો શખ્સ પોતાના એક મિત્ર સાથે ત્યાં આવ્યો હતો. રેશ્માબેનએ આ મામલે નવાઝ ને પૂછ્યું હતું કે આટલી રાત્રે કેમ આવ્યો છે ? તો જ્વાબમાં નવાઝે કહ્યું હતું કે તમારી દીકરી સાનિયા ( નામ બદલેલ છે ) ને મળવા આવ્યો છું. રેશ્મા બેને નવાઝને ત્યાંથી જતો રહેવા કહેતા નવાઝ એક દમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે રેશ્માબેન સાથે ઝપાઝપી કરીને બિભસ્ત ગાળો આપી હતી.

એટલું જ નહિ  તેમના ઘરની આસપાસના મકાનો પાસે પાર્ક કરેલા વાહનોમાં તેમજ લારીમાં તોડફોડ કરવાનું શરુ કરી દીધું હતું. જેથી ગભરાઈ ગયેલી મહિલાએ પોલીસને ફોન કરતા નવાઝ અને તેનો મિત્ર ત્યાંથી નાસી ગયો હતો.

આ મામલે રેશ્મા બેને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નવાઝ શેખ અને તેના મિત્ર  વિરુદ્ધ મારામારી અને તોડફોડની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરીને કેસની તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…