Not Set/ શું આ તબીબ શૈક્ષણિક લાયકાત ધરાવે છે ? ખુલ્લા આકાશ નીચે ગંદકીના ઢગ વચ્ચે સારવાર કેટલી યોગ્ય ?

સોશિયલ મીડિયામાં વાયરલ હોસ્પીટલના દ્રશ્યો કાળજું  કંપાવી દે તેવા છે. હોસ્પીટલના નામે લોકો સાથે ઝોલાચાપ ડોકટરો અવાર નવાર ગરમીન પ્રજાના આરોગ્ય સત્યે ચેડા કરતી જોવા મળી છે.

Gujarat Others Trending
nagative 6 શું આ તબીબ શૈક્ષણિક લાયકાત ધરાવે છે ? ખુલ્લા આકાશ નીચે ગંદકીના ઢગ વચ્ચે સારવાર કેટલી યોગ્ય ?

સોશિયલ મીડિયામાં વાયરલ હોસ્પીટલના દ્રશ્યો કાળજું  કંપાવી દે તેવા છે. હોસ્પીટલના નામે લોકો સાથે ઝોલા છાપ ડોકટરો અવાર નવાર ગ્રામીણ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા જોવા મળે છે. પરતું સોશિયલ મીડિયામાં વહેતા થયેલા આ વિડીઓ તો આરોગ્ય વિભાગની સદંતર નિષ્ક્રિયતા જ દર્શાવી રહ્યું છે.  આ ચોંકાવનારા વીડિયોમાં  ગંદકીથી ખદબદ જગ્યા માં ખુલ્લા આકાશ નીચે પથારી વિનાના ખુલ્લા ખાટલામાં સારવાર લેવા પ્રજા મજબુર બની છે. શું સારવાર આપનાર ડોક્ટર પણ સાચી ડીગ્રી ધરાવે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન આ દ્રશ્યો જોઇને થાય છે. શહેરા તાલુકાના મંગલપુરમાં આવેલા આ દવાખાનામાં દર્દીઓ સારવાર માટે ખુલ્લા આક્ષ નીચે ગંદકીની વચ્ચે ખાટલા પાથરવામાં આવ્યા છે અને અહીં કોરોના દર્દીની સારવાર કરતા હોવાના તબીબના ઉચ્ચારણો પણ સાંભળવા મળે છે.

મોટી રાહત / રાજ્યમાં આજે 10 લોકોના મોત સાથે નોધાયાં 644 નવા કેસ

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની આ મહામારીના દિવસોમાં કોરોના ભયથી પીડાતા દર્દીઓની સારવારો કરતા બોગસ તબીબોને ઝબ્બે કરવાના પંચમહાલ પોલીસ તંત્રના એસ.ઓ.જી.શાખા અને આરોગ્ય તંત્રના સયુંકત ઓપરેશનનો સપાટો જોઈને કેટલાક કહેવાતા તબીબો ભૂગર્ભમાં ઉતરી ગયા હશે.  પરંતુ કોરોનાના આ ભયના દિવસોમાં સારવારના નામે દર્દીઓ પાસેથી નાણાં ખંખેરવાની આ વૃત્તિઓ સાથે અંતરિયાળ વિસ્તારોમાં કેવા દવાખાના ચાલી રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  આ સ્થળ શહેરા તાલુકાના મંગલપુર ખાતે આવેલ ખાનગી દવાખાનાની અંદરના દ્રશ્યોને કોઈક જાગૃત નાગરિક દ્વારા પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા.!!

વ્યવસાયિકોને મોટી રાહત / હોટલ, રેસ્ટોરન્ટ સહીત અન્ય વ્યવસાય માલિકોને સરકારની મોટી રાહત, આ સમય મર્યાદા દરમિયાન ગ્રાહકોને બેસાડી શકાશે

શહેરા તાલુકાના મંગલપુર ગામે આવેલા આ દવાખાનામાં જે પ્રમાણે દર્દીઓની સારવાર માટેની સુવિધાઓ અને વિવિધ પ્રકારની જે પ્રમાણે દવાઓનો જંગી જથ્થો રાખવામાં આવ્યો હોવાના વાયરલ થયેલા આ વીડિયોમાં જે પ્રમાણે દેખાઈ રહ્યો છે આજ બતાવે છે કે શૈક્ષણિક લાયકાત વગરના આ તબીબ દર્દીઓની સારવાર કરતા હોવા જોઈએ!! જો કે આ તબીબ પણ જાગૃત અરજદાર સાથેની વાતચીતમાં COVID-19 હોસ્પિટલની માન્યતા અગર તો સંમતિ લીધી નથી પરંતુ કોરોના દર્દીઓની પણ તેઓ સારવાર કરતા હોવાનું જણાવી રહ્યાં છે. શહેરા તાલુકાના મંગલપુર ગામમાં આવેલ આ દવાખાનામાં દર્દીઓની સારવાર માટે સુવિધાઓ વગરના ખાટલાઓ પાથરીને આડશ કરી દેવામાં આવી છે અને આ દવાખાનામાં રહેલા વિવિધ પ્રકારની જંગી દવાઓના આ જથ્થામાં પીપઝો ( PEPRACILILIN & TEZOBACTOM) ઈન્જેક્શનોના જથ્થા સાથે ગ્લુકોઝ બોટલો અને અન્ય દવાઓનો જથ્થો હાજર હોવાના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં દેખાઈ રહ્યા છે ત્યારે ગંભીર બાબત તો એ છે કે મંગલપુર ગામે ચાલી રહેલા આ દવાખાનાથી આરોગ્ય તંત્ર ખરેખર અજાણ હશે કે શું આ પણ એક સંશોધનનો વિષય છે.