Vaccination/ આજથી રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ : PM મોદીએ દિલ્હીની AIIMs હોસ્પિટલમાં રસી મુકાવી,અંજલીબેન પણ મુકાવશે

કોરોના રસીકરણનો બીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. પીએમ મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી હતી..

Top Stories
modi vaccine આજથી રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ : PM મોદીએ દિલ્હીની AIIMs હોસ્પિટલમાં રસી મુકાવી,અંજલીબેન પણ મુકાવશે

દેશભરમાં કોરોના રસીકરણનો બીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. પીએમ મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી હતી.આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણ કરી કે તેમણે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો. તેમણે કહ્યું કે ‘મે એમ્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. એ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડતને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. આ સાથે જ હું એ તમામ લોકોને અપીલ કરું છું જે લોકો આ રસી લેવા પાત્ર છે. બધા ભેગા મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરીએ.’ 

Rules / Fastag ફરજિયાત, 2,000ની નોટો નહીં મળે, આજથી ઘણા નિયમોમાં ધરખમ બદલાવ

સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ 45થી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા તથા 60 વર્ષથી વધુના સિનિયર સિટીઝનને રસી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ સોમવારે વેક્સિન લેશે. તેઓ ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલમાં સવારે 9 વાગે રસી મૂકાવવા માટે પહોંચશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Vaccination / આજે રાજ્યભરના વરિષ્ઠ નાગરિકોનું રસીકરણ : 60 વર્ષથી ઉપરના તમામને લાભ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

આજથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આ તબક્કામાં 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા તથા 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને રસી અપાશે. આ માટે Co-WIN 2.0 પોર્ટલ પર અથવા આરોગ્ય સેતુ એપ પર જઈ નોંધણી કરાવી શકશે. નોંધણી માટે રસીકરણના કેન્દ્ર પર પણ જઈ શકાશે. દેશભરના 10 હજાર જેટલા સરકારી કેન્દ્રો અને 20 હજાર જેટલા ખાનગી હોસ્પિટલના રસીકરણ કેન્દ્રમાં રસી આપવાની યોજના સરકારે અમલમાં મૂકી છે. સરકારી હોસ્પિટલમાં મફતમાં રસી મૂકાશે જ્યારે ખાનગી હોસ્પિટલમાં રસી માટે રૂ. 250 આપવા પડશે. દિલ્હીમાં 192 જેટલી સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં રસી અપાશે. કેરળમાં પણ 300 ખાનગી હોસ્પિટલમાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

Corona effect / મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર, સતત ચોથા દિવસે સંક્રમિતોની સંખ્યા 8 હજારને પાર,આ શહેરમાં પણ લોકડાઉન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…