બિપરજોય/ પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ, 20-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

બિપરજોય વાવાઝોડું આગામી 6 કલાકમાં એક ભયાનક વાવાઝોડામાં રૂપાંતરિત થઇ શકે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવવા લાગી છે. પોરબંદરના દરિયો ગાંડોતુર બન્યો છે.

Top Stories Gujarat
Bipperjoy 3 પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ, 20-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

બિપરજોય વાવાઝોડું આગામી 6 કલાકમાં એક ભયાનક Bipperjoy વાવાઝોડામાં રૂપાંતરિત થઇ શકે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવવા લાગી છે. પોરબંદરના દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયામાં ગઇકાલ સાંજથી પાંચ વાગ્યા બાદ દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને 20 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠે કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે. જેના કારણે કાંઠે અને ચોપાટી જવા ઉપર લોકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

તે 15 જૂનની આજુબાજુ વાવાઝોડું બનીને Bipperjoy ઉત્તર તરફ આગળ વધશે. હાલ તે ગુજરાતના પોરબંદરથી ફક્ત 300 કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમમાં અરબ સાગરમાં છે. તે 5 કિ.મી. પ્રતિકલાકની ઝડપે સતત આગળ વધી રહ્યું છે. 15 જૂન સુધી તે કચ્છના તટ સુધી પહોંચી શકે છે.

પોરબંદરની નજીકમાંથી તે આશરે 200થી 300 કિ.મી. અને નલિયાથી 200 કિ.મી.ની અંતરથી પસાર થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડું ત્રાટકશે તે નક્કી થઈ ગયું છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આગામી 14-15 જૂનના રોજ ભારે વરસાદની પણ આગાહી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે. તંત્ર દરિયાકાંઠાના વિસ્તારોને Bipperjoy ખાલી કરાવવાનું વિચારી રહ્યું છે. દરમિયાન નવા અહેવાલ અનુસાર હવામાન વિભાગે કહ્યું કે ગુજરાત પર વાવાઝોડાનું જોખમ વધી ગયું છે અને યલ્લો એલર્ટને બદલીને હવે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે. મુંબઈમાં પણ બિપરજોય વાવાઝોડાની અસરને લીધે વરસાદ શરૂ થઈ ગયો છે.

તમામ નવ બંદરો પર ચાર નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત ‘બીપોરજોય’ વાવાઝોડા ના પગલે હવામાન વિભાગ દ્વારા તમામ નવ બંદરો ઉપર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા છે, અને બંને જિલ્લા ના ડિઝાસ્ટાર મેનેજમેન્ટ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લાના નવાબંદરઝ બેડીબંદર, રોજીબંદર, સિક્કા બંદર(જેટી) અને જોડિયા બંદર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ઓખા અને દ્વારકા સહિત તમામ નવ બંદરો પર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.

વાવાઝોડાની ગતિ ધીમી પડી, પ્રતિકલાક 2 કિ.મી.ની ઝડપ

હાલ બિપરજોય વાવાઝોડાની ગતિ ધીમી પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ વાવાઝોડું પ્રતિકલાક 2 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે, તેથી આગામી 24થી 48 કલાકમાં રાજ્યના દરિયાકિનારે વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત વાવાઝોડાનું લેન્ડફોલ તરીકે કચ્છ-ભૂજ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે જોવામાં આવી રહ્યું છે, જેને ધ્યાને રાખી Bipperjoy આ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ લખાણ છે ત્યાં સુધી વાવાઝોડું પોરબંદરથી 390 કિ.મી., દ્વારકાથી 430 કિ.મી. અને નલિયાથી 520 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉપરાંત આ વાવાઝોડું 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠા નજીક પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો કચ્છ અને પાકિસ્તાન વચ્ચે વાવાઝોડું ટકરાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. પાલનપુર ખાતે કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી, જેમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સૂચના અપાઇ છે.

 

આ પણ વાંચોઃ રાહત મળશે ?/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું આ મોટી વાત

આ પણ વાંચોઃ આવી રીતે આગળ વધશે દેશ !/ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની વેબસાઈટ અસ્પષ્ટ

આ પણ વાંચોઃ એમેઝોન-ખેડૂત/ હવે ભારતીય ખેડૂતોની મદદે આવી એમેઝોન

આ પણ વાંચોઃ Gold Price Today/ સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો, લગ્નનો છે પ્લાન તો તરત જ ખરીદો સસ્તું સોનું

આ પણ વાંચોઃ નવી દિલ્હી/ હાલ ના રાખશો EMI ઘટવાની આશા! રિઝર્વ બેંકની રાહત છતાં આ વર્ષે લોન સસ્તી થવાની શક્યતા નથી