બનાસકાંઠા/ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું

કોંગ્રેસ પક્ષના પાલિકા પ્રમુખ અને કોંગ્રેસ સદસ્યો વચ્ચે વિખવાદ ચાલતા પ્રમુખના પડખે ભાજપ સદસ્યો જ હતા. પણ આજે છેલ્લે મોવડી મંડળના આદેશ અનુસાર કોંગ્રેસ સદસ્યો એ એકતા બતાવતા ભાજપ સદસ્યો વોકઆઉટ કરી ગયા હતા.

Gujarat Others
dhanera napa ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું
  • ધાનેરા નગરપાલિકા ના પ્રમુખ સામે અવિશ્વાસ ની દરખાસ્ત નું થયું સુરસુરીયું કોંગ્રેસ ના સદસ્યો એ આપ્યો ટેકો જ્યારે ભાજપ સદસ્યો એ કર્યું વોકઆઉટ તમામ પ્રક્રિયા વચ્ચે ધી ના ઠામ માં ધી પડ્યા નો અહેસાસ

ધાનેરા નગરપાલિકા એટલે કે વિવાદ નું બીજું નામ પ્રમુખ પદ માટે અદલાબદલી નો દાવ આજે પણ યથાવત છે ક્યાંક ગેરરીતિ મુદ્દે સભ્યો સસ્પેન્ડ થયા તો ક્યાંક બળવો કરી સત્તા મેળવી પાલિકામાં સત્તામાં ભાજપ કોંગ્રેસ સરખી જ સાબિત થઈ છે.  ક્યાંક કોંગ્રેસના પ્રમુખને ભાજપ સપોર્ટ આપે છે તો ક્યાંક ભાજપના બળવાખોર સદસ્યોને માથા પર કોંગ્રેસ બેસાડ્યાના દાખલા મોજુદ છે.  ચાર વર્ષમાં ચાર પ્રમુખ બદલાયા પણ ન બદલાઇ નગર ની તાસીર..આજે પણ એવું જ થયું કોંગ્રેસ ના સદસ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા અને ટેકો પણ કોંગ્રેસ ના જ સદસ્યો એ આપ્યો.

સભાની શરૂઆતમાં ભાજપ કોંગ્રેસના સદસ્યો સભામાં હતા.  હાજર સહીની પ્રક્રિયા શરૂ થયા બાદ સામાન્ય નોક્ઝોક બાદ ભાજપ સદસ્યો એ ભારત માતા કી જય ના નારા સાથે તમામ એ વોક આઉટ કરી દીધું. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કોંગ્રેસ પક્ષના પાલિકા પ્રમુખ અને કોંગ્રેસ સદસ્યો વચ્ચે વિખવાદ ચાલતા પ્રમુખના પડખે ભાજપ સદસ્યો જ હતા. પણ આજે છેલ્લે મોવડી મંડળના આદેશ અનુસાર કોંગ્રેસ સદસ્યો એ એકતા બતાવતા ભાજપ સદસ્યો વોકઆઉટ કરી ગયા હતા.

હાલ પાલિકા માં પ્રમુખ તરીકે કમળાબેન નાઈ છે. અને એમની સામે જ પોતાના સાથીદારો એ અવિશ્વાસ ની દરખાસ્ત લાવી હતી. પણ આખર મોવડી મંડળ એ મધ્યસ્થી કરતા તમામ સદસ્યો એ પ્રમુખ પર વિશ્વાસ દાખવતા પ્રમુખ કમલા બેન એ આભાર માન્યો હતો.

ધાનેરા નગરપાલિકા માં છેલ્લા બે વર્ષ થી નજર લાગી હોય એવી પરિસ્થિતિ છે ક્યાંક પ્રમુખ બદલાય છે તો ક્યાંક વિખવાદ ના કારણે કામ થતા નથી સતા માટે રાજનીતિ ખેલાતા આજે નગર નો વિકાસ રૂંધાયો છે. હાલ તો પ્રમુખ ને જીવતદાન મળ્યું છે ત્યારે પાલિકા પ્રમુખ નગર ના વિકાસ ને વેગ આપે એ સમય અને લોકો ની માંગ છે.

સાબરકાંઠા/ PM મોદીએ સાબર ડેરી મિલ્ક પાવડર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન