Not Set/ જુઓ,આજની હેડલાઈન

  7:00pm સુરત : કોંગ્રેસ દ્વારા વેરા વધારા ને લઈ અનોખો વિરોધ કરાયો હતો. સહી ઝુંબેશ ચલાવી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. —————————————————————————————————– બનાસકાંઠા : દિયોદરની વાતમ પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર અને અન્ય સાધનોની ચોરી થઇ હતી. અજાણ્યા શખ્સોએ શાળાના રૂમનું તાળું તોડીને ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ચોરી કર્યા […]

Gujarat
PARTH 1 જુઓ,આજની હેડલાઈન

 

7:00pm

સુરત : કોંગ્રેસ દ્વારા વેરા વધારા ને લઈ અનોખો વિરોધ કરાયો હતો. સહી ઝુંબેશ ચલાવી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

—————————————————————————————————–

બનાસકાંઠા : દિયોદરની વાતમ પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર અને અન્ય સાધનોની ચોરી થઇ હતી. અજાણ્યા શખ્સોએ શાળાના રૂમનું તાળું તોડીને ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ચોરી કર્યા બાદ  અજાણ્યા શખ્સો ફરાર થયા હતા. શાળાના આચાર્યએ પોલીસને જાણ કરતા દિયોદર પોલીસે ડોગ સ્કવોડ સાથે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

—————————————————————————————————–

સુરત : ધારૂકા કોલેજના પાછળના ભાગેથી યુવકનો મૃતદેહ અર્ધનગ્ન કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. યુવાનની હત્યા થઈ હોવાની આશંકા કરવામાં આવી રહી છે. કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

—————————————————————————————————–

આણંદ : તારાપુરમાં  ટ્રેકટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકટીવા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

—————————————————————————————————–

બનાસકાંઠા : ધાનેરાના આલવાડા ગોળીયા ગામના સ્મશાનમાં ખોદકામ દરમિયાન શિવલિંગ મળી આવ્યું  અને સાથે નંદી મહારાજ પણ મળી આવ્યા હતા. ગામ લોકોને જાણ થતા શિવલિંગના પૂજા પાઠ કરવા માટે દોડી આવ્યા હતા. ગ્રામજનોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

—————————————————————————————————-

 

 

12:30pm

નર્મદા: ખામર ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર યુવકોના મોત થયા છે અને એક ગંભીર રીતે  ઇજાગ્રસ્ત થયો છે. આ તમામ મૃતક યુવકો રાજપીપળાના રહેવાસીઓ હતા.

——————————————————————————————————

બનાસકાંઠા: દાંતીવાડાની હરિયાવાડા શાળાના આચાર્ય દ્વારા બાળકો પાસે  મજૂરી કરાવવાનો આવતી હતી.  શાળાના બાળકોને મજૂરી કરતા વીડિયો વાયરલ થયો હતો. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા  મજૂરી કરાવનાર આચાર્યને પદેથી હટાવાયા આવ્યા હતા.

——————————————————————————————————

બનાસકાંઠા: ખીમાણા ટોલનાકા પાસેની વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ હતી. જેમાં દારૂ સહિત 3.64લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો. પોલીસે એક ઇસમની અટકાયત કરી હતી.

——————————————————————————————————

અરવલ્લી: ધનસુરાના કીડી પાસે દારૂ ભરેલી કાર પલટી થતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારે કારમાં સવાર અન્ય એક શખ્સ ફરાર થયો હતો. આ મામલે ધનસુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

—————————————————————————————————–

પદ્માવત ફિલ્મ મામલે પરેશ રાવલે  નિવેદન આપ્યું હતું કે  કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો ન જોઈએ. ફિલ્મે લઈને સમાજના લોકો  સાથે બેસી ફિલ્મમેકરે ચર્ચા કરવી જોઈએ. સાથે સાથે લોકોની લાગણી દુભાઇ તેનો વિચાર પણ કરવો જોઈએ

——————————————————————————————————