Not Set/ જુઓ,આજની હેડલાઈન

5:00 બનાસકાંઠા : ધાનેરાના કોટડા ગામમાં પોલીસમાં નોકરીની લાલચમાં ફસાવી યુવતી સાથે ગેંગરેપ થયો. યુવતી અમદાવાદમાં કોચિંગ ક્લાસ કરતી હતી. યુવતી સાથે ચાર યુવકોએ મળીને રેપ કર્યો હતો.આ મામલે ધાનેરા પોલીસે ફરિયાદ ન લેતાં SPને ફરિયાદ કરી હતી. યુવતીએ પોતાની  સાથે દુષ્કર્મ આચરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. ——————————————————————————————————અફઘાનિસ્તાન : કાબુલની દુતાવાસ કચેરી પાસે બ્લાસ્ટ કરવા આ આવ્યો.કાર બોંબ બ્લાસ્ટમાં 40 લોકોના મોત […]

Gujarat
PARTH 10 જુઓ,આજની હેડલાઈન

5:00

બનાસકાંઠા : ધાનેરાના કોટડા ગામમાં પોલીસમાં નોકરીની લાલચમાં ફસાવી યુવતી સાથે ગેંગરેપ થયો. યુવતી અમદાવાદમાં કોચિંગ ક્લાસ કરતી હતી. યુવતી સાથે ચાર યુવકોએ મળીને રેપ કર્યો હતો.આ મામલે ધાનેરા પોલીસે ફરિયાદ ન લેતાં SPને ફરિયાદ કરી હતી. યુવતીએ પોતાની  સાથે દુષ્કર્મ આચરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

——————————————————————————————————અફઘાનિસ્તાન : કાબુલની દુતાવાસ કચેરી પાસે બ્લાસ્ટ કરવા આ આવ્યો.કાર બોંબ બ્લાસ્ટમાં 40 લોકોના મોત થયા છે અને 140 લોકો ઘાયલ થયા છે.

——————————————————————————————————આણંદ : ઈસ્માલનગર પાસે ST બસે રાહદારી વૃધ્ધાને અડફેટે લેતા સ્થાનિક ટોળાએ બસ પર પથ્થરમારો  કર્યો હતો. પથ્થરમારો થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે બાદ ઈજાગસ્ત વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી.

——————————————————————————————————બનાસકાંઠા : અંબાજીના ધાબાવાળી વાવ નજીક કાર અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં  એક દંપતીનું મોત નીપજ્યું હતું. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

12:00

અમદાવાદઃ પદ્માવત ફિલ્મના વિરોધનો મામલે ગ્રામ્ય SOG અને LCBએ કરી મુખ્ય આરોપી  રાજેન્દ્રસિંહની ઉશ્કેરીજનક ભાષણ આપતા ધરપકડ કરી છે. રાજેન્દ્રસિંહના કારણે 3 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા છે.

——————————————————————————————————વલસાડઃ ઉમરગામ રેલ્વે સ્ટેશન પર આધેડે ટ્રેન નીચે પડતુ મૂકી જીવન ટૂંકાવ્યું છે. મુંબઇથી સુરત જતી ટ્રેન નીચે પડતુ મુક્યું હતું. રેલ્વે પોલીસે અને GRP પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

——————————————————————————————————લંડન : ઇન્ડિયા હાઉસ બહાર કાશ્મીરની આઝાદીની માગ કરતાં ભારત સમર્થક અને ભારત વિરોધી પ્રદર્શનકારીઓમાં વચ્ચે ઘર્ષણની ઘટનાં સર્જાઇ હતી. નાપાક ઈરાદાઓ પર ભારતીયોએ પાણી ફેરવ્યું હતું.

——————————————————————————————————જામનગર: પંચશીલ છાત્રાલયમાંથી બે વિદ્યાર્થીઓ ગુમ થવાની ઘટના. આ બંને વિદ્યાર્થીઓનું અપહરણ થયાની આશંકા છે.

——————————————————————————————————સુરત : કામરેજના ઉંભેળ ગામ પાસે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. બે કાર અને કન્ટેનર વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો હતો. અકસ્માતમાં 2ના ઘટના સ્થળે મોત, 5 ઘાયલ ત્યાં છે. ઘાયલોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.