Not Set/ જુઓ,આજની હેડલાઈન

આજે વિશ્વકર્મા જયંતિ હોવાથી વિશ્વકર્મા મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટશે. ——————————————————————————————————દિલ્હીઃ આજથી સેન્ટ્રલ હોલમાં સંયુક્ત બજેટ સત્રની બેઠક યોજવામાં આવી છે..સવારે 11 વાગ્યે બજેટ સત્રની શરૂઆત થઇ છે.બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાષણ આપ્યું હતું જેમાં મોદી સરકારની સિધ્ધીઓની સરાહના કરી હતી,. ——————————————————————————————————બનાસકાંઠા: થરાદના કરણાસર પાસેની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું હતું. […]

Gujarat
PARTH 10 જુઓ,આજની હેડલાઈન

આજે વિશ્વકર્મા જયંતિ હોવાથી વિશ્વકર્મા મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટશે.

——————————————————————————————————દિલ્હીઃ આજથી સેન્ટ્રલ હોલમાં સંયુક્ત બજેટ સત્રની બેઠક યોજવામાં આવી છે..સવારે 11 વાગ્યે બજેટ સત્રની શરૂઆત થઇ છે.બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાષણ આપ્યું હતું જેમાં મોદી સરકારની સિધ્ધીઓની સરાહના કરી હતી,.

——————————————————————————————————બનાસકાંઠા: થરાદના કરણાસર પાસેની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું હતું. પાણી વેડફાતા લોકોમાં રોષ ફેલાયો હતો.

————————————————————————————————મહેસાણા: માનવ આશ્રમ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે.બાઈક ચાલકે રાહદારીને અડફેટે લીધો છે. ઘટનાસ્થળે યુવકનું મોત થયું હતું. બાઈકચાલક બાઈક મૂકી ફરાર થયો હતો. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

————————————————————————————————સુરત: કતારગામ સર્વોદય વિધાલયમાં વિધાર્થીના આપઘાતનો કર્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીને જબરદસ્તી લેટર પેડ પર સહી કરવા દબાણ કરાયું હતું જેથી વિધાર્થીએ આપધાત કર્યો હતો. સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયો છે.

————————————————————————————————અમદાવાદ: એલ.જી. હોસ્પિટલમાં તબીબોની હડતાળ પર ઉતર્યા છે. દર્દીની તબીબ સાથે ધક્કામુક્કી બાદ વિરોધ કરવા મામલે તબીબોની હડતાળ યથાવત કરવામાં આવી હતી. તબીબોએ પોતાની સલામતીને લઈ વિરોધ કર્યો છે. તંત્ર સાથે તબીબોની બેઠક નિષ્ફળ રહી છે.

———————————————————————————————