Not Set/ જુઓ,આજની હેડલાઈન્સ

4:30pm નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવ તેમનું નિવેદન જાહેર કર્યું હતું કે હવે બાબા રામદેવની ઓનલાઈન દુકાન જોવા મળશે. જ્યાં પતંજલિની બધી જ પ્રોડક્ટ ઓનલાઇન મળશે. નિવેદનમાં એ પણ અત્યાર સુધી ૧૧ હજાર કરોડની ચેરીટી કરી છે. બાબાએ તેમનુ સૂત્ર પણ જણવ્યું હતું. હરિદ્વાર થી હર દ્વાર આ રામદેવ બાબા નુ સૂત્ર છે. ———————————————————————————————– […]

Gujarat
PARTH 3 જુઓ,આજની હેડલાઈન્સ

4:30pm

નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવ તેમનું નિવેદન જાહેર કર્યું હતું કે હવે બાબા રામદેવની ઓનલાઈન દુકાન જોવા મળશે. જ્યાં પતંજલિની બધી જ પ્રોડક્ટ ઓનલાઇન મળશે. નિવેદનમાં એ પણ અત્યાર સુધી ૧૧ હજાર કરોડની ચેરીટી કરી છે. બાબાએ તેમનુ સૂત્ર પણ જણવ્યું હતું. હરિદ્વાર થી હર દ્વાર આ રામદેવ બાબા નુ સૂત્ર છે.

———————————————————————————————–

વડોદરા : પ્રવીણ તોગડિયાએ પોતાનું એન્કાઉન્ટર થશે તેવો દાવો કર્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્રારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જ્યાં  સરકાર વિરુદ્ધ વીએચપીનાં નેતાનો દેખાવો કરી રહ્યા છે.વીએચપીના કાર્યકરો દ્રારા પ્રવીણ તોગડીયાની સુરક્ષા અને ન્યાય આપવાની માંગ કરાઈ રહી છે. જો આવું નહિ થઇ તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

————————————————————————————————

અંબાજી:  હડાદ ખાતે પોલીસકર્મીને વાહન ચાલકે ટક્કર મારી હોવાની ઘટના સામે  આવી છે.પોલીસને ટક્કર મારનાર વાહનચાલક ઝડપાઇ ગયો છે. આરોપી  પિયુષ કટારાને કુંવારસી ગામેથી ઝડપ્યો છે. આ આરોપી ભિલોડાના વાઘપુરા ગામનો રહેવાસી. હાલ આરોપીને  હડાદ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.

———————————————————————————————–

ભરૂચઃ અંકલેશ્વરમાં યુવાનને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં યુવકને ચોર સમજીને માર મારવામાં આવી રહયો છે. યુવકને લાકડી અને પાઇપો વડે માર માર્યો છે. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

————————————————————————————————

બનાસકાંઠાઃ બનાસકાંઠાની દાંતીવાડાના હરિયાવાડા પ્રા.શાળાની બાળ મજૂરી  કરાવવામાં આવે છે. તેવો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં બાળકો મજુરી કામ કરતા જોવા મળે છે. આ શાળાના આચાર્યે બાળકો પાસે મજૂરી કરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

12:30pm

અમદાવાદ: પ્રવીણ તોગડિયા વ્હીલચેરમાં બેસી પત્રકાર પરિષદ માટે આવ્યા. પ્રવીણ તોગડિયાએ મીડિયાને જણાવ્યું કે મારા વિરુદ્ધ લાંબા સમયથી ષડયંત્ર ચાલી રહ્યું છે. મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો રહયો છે. મારા ૨૦ વર્ષ જુના કેસો ખોલવામાં આવી રહ્યા છે. મારા વિરુદ્ધ કોણ ષડયંત્ર કરી રહ્યું છે. એ હું સમય આવશે એટલે કહીશ. 

——————————————————————————————

રાજકોટ: ખોડલધામ કાગવડની સામે આવેલી વન વિભાગની વાડીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી.  વનવિભાગના અધિકારી,કર્મચારીઓ આગ લાગવાથી  ઘટના સ્થળે પહોચ્યા. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે આવી આગને કાબુ  કરી. આગ થી કોઈ જ જાનહાની નથી થઇ.

——————————————————————————————બનાસકાંઠા : ડીસાના વરનોડા ગામમાં દૂધ ચોરીનું કૌભાંડ ઝડપાયું હોવાની ઘટના સામે આવતા ગામના લોકો ચોકી ઉઠયા છે.  મંડળીમાંથી દૂધ ચોરીને વેચતા પાંચ શખ્સોની ઝડપાયા. આ ચોરીમાં મોટા માથા સંડોવાયેલા હોવાની આશંકા કરવામાં આવી છે. જાગૃત દૂધ ગ્રાહકોએ વોચ ગોઠવી આ કૌભાંડ ઝડપ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

———————————————————————————-

રાજકોટ: બે બિલ્ડરોના બાંધકામને લઈને હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે.  JCB મશીન  દ્વારા સોસાયટીનો ગેટ પડી જતાં બાબલ કરવામાં આવી હતી. આ બબાલમાં મહિલાઓ અને યુવકો સાથે ઝપાઝપી થઇ હતી.  પોલીસ તપાસ હાથ ધરતા ૫ જેટલાં લોકોની  પૂછપરછ  કરવામાં આવી છે.