Bank/ વરિષ્ઠ નાગરિકો માટે Sbi, icici, bob, hdfc બેંક આપી રહી છે સ્પેશિયલ FD ઓફર

બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવી તે સૌથી સહેલું અને સલામત વિકલ્પ માનવામાં આવે છે. આમાં રોકાણકારને એક નિશ્ચિત સમય દરમિયાન નિશ્ચિત વળતર મળે છે, સાથે જ બજારના વધઘટ પર તેની કોઈ અસર થતી નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કરીને વિશેષ સ્કીમ ચલાવવામાં આવે છે, જેથી ઉંમર વધતા કોઇપણ મુશ્કેલી વગર સિનિયર સિટિઝન્સ તેમની આર્થિક […]

Business
bank offer વરિષ્ઠ નાગરિકો માટે Sbi, icici, bob, hdfc બેંક આપી રહી છે સ્પેશિયલ FD ઓફર

બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવી તે સૌથી સહેલું અને સલામત વિકલ્પ માનવામાં આવે છે. આમાં રોકાણકારને એક નિશ્ચિત સમય દરમિયાન નિશ્ચિત વળતર મળે છે, સાથે જ બજારના વધઘટ પર તેની કોઈ અસર થતી નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કરીને વિશેષ સ્કીમ ચલાવવામાં આવે છે, જેથી ઉંમર વધતા કોઇપણ મુશ્કેલી વગર સિનિયર સિટિઝન્સ તેમની આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરી શકે.

Image result for senior-citizens-special-fixed-deposit-scheme

આ વિશેષ ઓફર 31 માર્ચ 2021 સુધી
જો તમે તમારી બચત પર વધારે વ્યાજ મેળવવા માંગતા હો, તો ફિક્સ ડિપોઝિટ (€ એફડી) યોજનાઓમાં રોકાણ કરવું એ એક સારો વિકલ્પ હોઈ શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને બેંક ઓફ બરોડા જેવી ટોચની બેંકો દ્વારા આ સ્કીમ રજૂ કરવામાં આવી છે. આ વિશેષ એફડી યોજના વરિષ્ઠ નાગરિકો માટે 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ છે.

BoB FD સ્કીમ
BoB બેંક સિનિયર સિટીજનની જમા રાશિ પર 100 બીપીએસ અધિક વ્યાજ દર આપે છે. વિશેષ એફડી યોજના (5 વર્ષથી 10 વર્ષ) હેઠળ, જો કોઈ વરિષ્ઠ નાગરિક બીઓબી બેંકના સિનિયર સિટીઝન કેર એફડી હેઠળ પૈસા જમા કરે છે, તો એફડી પર વ્યાજ દર 6.25 ટકા રહેશે.

Image result for senior-citizens-special-fixed-deposit-scheme icici

ICICI  FD સ્કીમ
ICICI બેંક સિનિયર સિટીઝનને જમા રકમ પર 80 બીપીએસથી વધુ વ્યાજ આપે છે. આ બેંકે સિનિટર સિટીઝન માટે ગોલ્ડન એર એફડી યોજના શરુ કરી છે. આ બેંકે વરિષ્ઠ નાગરિકો માટે ગોલ્ડન યર એફડી યોજના શરૂ કરી છે. આમાં સિનિયર સિટીઝનને 6.30 ટકા વ્યાજ આપવામાં આવે છે.

Image result for bank

HDFC FD સ્કીમ
એચડીએફસી બેંક વરિષ્ઠ નાગરિકોની ડિપોઝિટ પર 75 બીપીએસ વ્યાજ દર આપે છે. જો સિનિયર સિટિઝન એચડીએફસી બેંકની સિનિયર સિટીઝન કેર એફડી હેઠળ ડિપોઝિટ કરે છે, તો એફડી પર લાગુ વ્યાજ દર 6.25 ટકા રહેશે.

Image result for senior-citizens-special-fixed-deposit-scheme icici

SBI સ્કીમ
એસબીઆઈ એ દેશની સૌથી મોટી સરકારી બેંક છે. એસબીઆઈ વરિષ્ઠ નાગરિકોને જમા રકમ પર 80 બીપીએસ વ્યાજ દર આપે છે. હાલમાં એસબીઆઈ વરિષ્ઠ નાગરિકોને એફડી પર 6.20% વ્યાજ ચૂકવે છે. પરંતુ જો વરિષ્ઠ નાગરિકો સમય પહેલા તેમની એફડી તોડી નાખે છે. તો તેમને તેના પર ફક્ત 9.9 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. એસબીઆઈ સામાન્ય લોકોને 5.4 ટકા વ્યાજ આપે છે. આવી સ્થિતિમાં, જો તમે સિનિયર સિટીઝન છો, તો તમે એસબીઆઇમાં ફિક્સ ડિપોઝિટ કરી શકો છો.