દુનિયાના સૌથી પાવરફુલ પાસપોર્ટનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ નંબર પર જાપાન દેશે બાજી મારી લીધી છે.
રીપોર્ટના જણાવ્યા પ્રમાણે જાપાનિઝ લોકો દુનિયાના કુલ ૧૯૦ દેશોમાં વિઝા વગર જઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં ભારત બહુ પાછળ છે એટલે કે ૮૧માં રેન્ક પર છે.
પાવરફુલ પાસપોર્ટમાં ક્રમાંક તે દેશના નાગરિકની દુનિયાના અલગ-અલગ દેશોમાં ફ્રી વિઝા એન્ટ્રી પરથી આપવામાં આવ્યો છે.
વાંચો ટોપ ટેનમાં ક્યાં દેશો છે શામેલ :
- આ ઇન્ડેક્સમાં સૌથી પ્રથમ સ્થાન પર છે જાપાન જેનો રેન્ક ૧૯૦ છે.
- સિંગાપોર બીજા સ્થાન પર છે જેનો રેન્ક ૧૮૯ છે.
- ત્રીજા સ્થાન પર જર્મની, ફ્રાંસ અને સાઉથ કોરિયા છે જેમનો રેન્ક ૧૮૮ છે.
- ચોથા સ્થાન પર ડેન્માર્ક, ફિનલેન્ડ, ઇટલી, સ્વીડન અને સ્પેન છે જેમનો રેન્ક ૧૮૭ છે.
- પાંચમાં સ્થાન પર નોર્વે, યુનાઈટેડ કિંગડમ, ઓસ્ટ્રીયા,લક્સેમ્બર્ગ, નેધરલેંડ, પોર્ટુગલ અને યુનાઈટેડ સ્ટેટ્સ જેમનો રેન્ક ૧૮૬ છે.
- છઠ્ઠા સ્થાન પર બેલ્જિયમ, સ્વીત્ઝરલૅન્ડ, આયર્લેન્ડ અને કેનાડા છે જેમનો રેન્ક ૧૮૫ છે.
- ઓસ્ટ્રેલિયા, ગ્રીસ અને માલ્ટા સાતમાં સ્થાન પર છે જેમનો રેન્ક ૧૮૩ છે.
- ન્યુઝીલેન્ડ આઠમાં સ્થાન પર છે તેનો રેન્ક ૧૮૨ છે.
- આઈસલેન્ડનો રેન્ક ૧૮૧ છે.
- દસમાં સ્થાન પર હંગેરી, સ્લોવેનીયા અને મલેશિયા આવે છે જેમનો રેન્ક ૧૮૦ છે.