Not Set/ #INDvWI : આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે બીજી ટી-૨૦ મેચ

લખનઉ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની બીજી મેચ લખનઉના નવેલે ઇકાના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે બીજી ટી-૨૦ મેચ શરુ થશે. કલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન ખાતે રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં ભારતીય ટીમનો ૫ વિકેટે વિજય થયો હતો, ત્યારે હવે બીજી ટી-૨૦ મેચમાં પણ […]

Trending Sports
Rohit Brathwaite #INDvWI : આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે બીજી ટી-૨૦ મેચ

લખનઉ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની બીજી મેચ લખનઉના નવેલે ઇકાના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે બીજી ટી-૨૦ મેચ શરુ થશે.

કલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન ખાતે રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં ભારતીય ટીમનો ૫ વિકેટે વિજય થયો હતો, ત્યારે હવે બીજી ટી-૨૦ મેચમાં પણ શાનદાર વિજય મેળવી શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.

જો કે પ્રથમ મેચમાં કેરેબિયન ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૧૦ રનના આશાન ટાર્ગેટ સામે પણ ભારતીય ટીમને જીત મેળવવા માટે ૧૭.૫ ઓવર સુધી રાહ જોવી પડી હતી.

આ દરમિયાન ભારતે ૫ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અને પોતાની પ્રથમ મેચ રમી રહેલા કૃણાલ પંડ્યાના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે ૫૬ વિકેટે જીત હાંસલ કરી હતી.

બીજી બાજુ ભારત દ્વારા પહેલી મેચમાં હારનો સામનો કર્યા બાદ હવે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ બીજી ટી-૨૦ મેચમાં પલટવાર કરવાનો પ્રયાસ કરશે.

દોઢ દાયકા બાદ લખનઉમાં રમાશે આંતરરાષ્ટ્રીય મેચ

નવાબોના શહેર કહેવાતા લખનઉમાં જોવામાં આવે તો, છેલ્લી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ જાન્યુઆરી, ૧૯૯૪ના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, ત્યારે હવે મંગળવારે રમાનારી મેચ સાથે જ દોઢ દાયકાનો દુકાળ સમાપ્ત થશે.

ભારત v/s વેસ્ટ ઇન્ડીઝ ટી-૨૦ શ્રેણીમો કાર્યક્રમ :

ત્રીજી ટી-૨૦ : ૧૧/૧૧/૨૦૧૮  (ચેન્નઈ)