Stock Market/ સેન્સેક્સે 57000ની સપાટી જ્યારે નિફ્ટીએ 17000ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપ્યો

આજે સપ્તાહના પ્રથમ દિવસે મુંબઇ શેરબજારના બંને આગેવાનો ઇન્ડેક્સો રેડઝોનમાં ખૂલ્યા હતાં. રોકાણકારોએ નીચા લેવલે ખરીદીનો દૌર શરૂ કરતા એક તબક્કે સેન્સેક્સ 57,781એ પહોંચી ગયુ હતું

Business
Untitled 14 સેન્સેક્સે 57000ની સપાટી જ્યારે નિફ્ટીએ 17000ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપ્યો

કોરોનાની જેમ  જ નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવી દીધો છે. જેના કારણે શેરબજારમાં મંદીનો માહોલ સર્જાઇ ગયો છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ભાંગીને ભૂક્કો થઇ ગયુ હતું. સેન્સેક્સે 57000ની સપાટી જ્યારે નિફ્ટીએ 17000ની સપાટી તોડતા રોકાણકારોમાં જબ્બરો ફફડાટ વ્યાપી જવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ધોવાણ સતત જોવા મળી રહ્યું હતું.

મહત્વનુ છે કે આજે સપ્તાહના પ્રથમ દિવસે મુંબઇ શેરબજારના બંને આગેવાનો ઇન્ડેક્સો રેડઝોનમાં ખૂલ્યા હતાં. રોકાણકારોએ નીચા લેવલે ખરીદીનો દૌર શરૂ કરતા એક તબક્કે સેન્સેક્સ 57,781એ પહોંચી ગયુ હતું. જો કે ત્યારબાદ 56,759ની નીચલી સપાટીએ આવી જતા દિવસ દરમિયાન 1000થી પણ વધુ પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી.

આ પણ વાંચો ;મુંબઈ / પરમબીર સિંહને ધરપકડમાંથી મળીવચગાળાની રાહત,CBI એક સપ્તાહમાં એફિડેવિટ દાખલ કરશે

નિફ્ટીએ આજે ઇન્ટ્રા-ડેમાં 17000ની સપાટી તોડી હતી. આજે નિફ્ટીમાં પણ 300થી વધુ પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી. ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે વધુ તૂટ્યો હતો. આ લખાઇ રહ્યુ છે ત્યારે સેન્સેક્સ 894 પોઇન્ટના કડાકા સાથે 56802 અને નિફ્ટી 270 પોઇન્ટના કડાકા સાથે 16926 પર ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા 21 પૈસાના તોતીંગ કડાકા સાથે 75.38 પર કામકાજ કરી રહ્યો છે.

છેલ્લા 15 મિનિટના વેપારમાં સેન્સેક્સ 1,009 પોઈન્ટ ઘટીને 56,687 પર અને નિફ્ટી 305 પોઈન્ટ ઘટીને 16,891 પર પહોંચી ગયો. બાદમાં, સેન્સેક્સ મામૂલી નુકસાન પુનઃપ્રાપ્ત કરીને 949 પોઈન્ટ ઘટીને 56,747 પર અને નિફ્ટી 284 પોઈન્ટ ઘટીને 16,912 પર બંધ થયો  હતો.BSE-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 256.74 લાખ કરોડ થયું હતું, જેણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.28 લાખ કરોડનો નાશ કર્યો હતો. અગાઉના સત્રમાં માર્કેટ કેપ રૂ. 261.02 લાખ કરોડ હતું.

આ પણ વાંચો ;સાબરકાંઠા / ભાઈએ જ દિવ્યાંગ બહેન સાથે કર્યો અત્યાચાર, ઘટનાને લઈ પંથકમાં મચ્યો ચકચાર