સ્ટોક માર્કેટ/ શેરબજાર ખુલતાની સાથે કડડભૂસ,સેન્સેકસમાં 1100થી વધુ પોઈન્ટ તૂટ્યો,નિફટીમાં પણ ઘટાડો

સોમવારે નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજાર ફરી એકવાર લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ 1,130 પોઈન્ટ અથવા 1.94 ટકા ઘટીને 57,209 પર ખુલ્યો હતો.

Top Stories India
5 28 શેરબજાર ખુલતાની સાથે કડડભૂસ,સેન્સેકસમાં 1100થી વધુ પોઈન્ટ તૂટ્યો,નિફટીમાં પણ ઘટાડો

રજા બાદ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજાર ફરી એકવાર લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ 1,130 પોઈન્ટ અથવા 1.94 ટકા ઘટીને 57,209 પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 299 પોઈન્ટ્સ અથવા 1.71 ટકાના ઘટાડા સાથે 17,176ના સ્તરે ટ્રેડિંગ શરૂ કરે છે.

બજાર ખુલતાની સાથે જ લગભગ 950 શેર વધ્યા છે, 1611 શેર ઘટ્યા છે અને 142 શેર યથાવત રહ્યા છે. નોંધનીય છે કે ગયા સપ્તાહના બુધવારે શેરબજારની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી, પરંતુ દિવસના અસ્થિર કામકાજ બાદ અંતે બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 237 પોઈન્ટ અથવા 0.41 ટકા ઘટીને 58,339 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 55 પોઈન્ટ અથવા 0.31 ટકા ઘટીને 17,476 પર બંધ થયો હતો