Server Down/ એલોન મસ્કે twitter ખરીદ્યા બાદ ત્રીજી વખત સર્વર ડાઉન,એકાઉન્ટ લોગિનમાં પણ સમસ્યા ઉદભવી

ભારતમાં પણ ગુરુવારે સવારે ઘણા યુઝર્સે આ અંગે ફરિયાદ કરી અને પ્રિન્ટ શોટ્સ શેર કર્યા.

Top Stories World
twitter

twitter down:  ટ્વિટરમાં મુસીબત ઓછી થવાનું નામ નથી લઇ રહ્યું,જ્યારથી મસ્કે જવાબદારી સંભાળી છે ત્યારથી અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. મોડીરાત્રે ટ્વિટરનો સર્વર ડાઉન જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે હજારો વપરાશકર્તાઓ માટે સર્વર ડાઉન જોવા મળ્યું હતું. ન્યૂઝ એજન્સી રોઈટર્સે આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ DownDetector.comને ટાંકીને કહ્યું કે યુએસમાં હજારો વપરાશકર્તાઓને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો. રિપોર્ટ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ 7:40 વાગ્યે 10,000 થી વધુ વપરાશકર્તાઓએ આ સમસ્યા શેર કરી. કેટલાક યુઝર્સે એવી પણ ફરિયાદ કરી હતી કે તેમના ટ્વિટર નોટિફિકેશન કામ કરી રહ્યાં નથી. ભારતમાં પણ ગુરુવારે સવારે ઘણા યુઝર્સે આ અંગે ફરિયાદ કરી અને પ્રિન્ટ શોટ્સ શેર કર્યા.

ભારતમાં ઘણા વપરાશકર્તાઓ ટ્વિટરના (twitter down) વેબ વર્ઝન પર લોગિન કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે સવારે 6.30 વાગ્યાથી વેબ વર્ઝનમાં સાઇન ઇન કરવામાં ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.દિલ્હી, નાગપુર, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કોલકાતા સહિત અનેક શહેરોમાં આઉટેજની જાણ થઈ હતી. ઘણી વખત તાજું કરવા છતાં, વપરાશકર્તાઓ લોગ ઇન અથવા લોગ આઉટ કરતી વખતે ભૂલ સંદેશાઓ જોઈ રહ્યા છે. જોકે ટ્વિટર મોબાઈલ પર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે  ઓક્ટોબરના અંતમાં મસ્ક દ્વારા કંપનીના અધિગ્રહણ બાદ આ ત્રીજી વખત છે જ્યારે ટ્વિટર સર્વર ડાઉન થયો હતો.

અબજોપતિ એલોન મસ્કે( twitter) ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં 44 અબજ ડોલરના સોદામાં ટ્વિટરને હસ્તગત કર્યું હતું. ત્યારથી, તે ટ્વિટર બ્લુમાં તેને પેઇડ સેવા બનાવવા સહિત ઘણી નવી સુવિધાઓ લાવવા પર કામ કરી રહ્યો છે. ટ્વિટર વિવિધ કેટેગરીઝ માટે બહુવિધ રંગોમાં વેરિફાઈડ ફીચર પણ બહાર પાડી રહ્યું છે.

અલેાન મસ્કે જ્યારથી ટ્વિટર (twitter) સંભાળ્યા છે ત્યારથી  અનેક સમસ્યા ઉદભવી રહી છે, અનેક લોકોને નોકરીમાંથી કાઢી દીધા હતા અને જયારે ગણા લોકોએ નોકરી સામેથી છોડી દીધી હતી.ટ્વિટરના સીઇઓનો ચાર્જ સંભાળ્યા બાદ અનેક સમસ્યાનો સામનો એલન મસ્ક કરી રહ્યા છે. એક સર્વ પણ કરાવ્યો હતો કે તેમમે ટ્વિટરના સીઇઓથી રાજીનાુમં આપી દેવું જોઇએ તો સર્વમાં લોકોઓ છોડી દેવા કહ્યું હતું.

Health Bulletin/PM મોદીના માતા હીરાબા જલદી સ્વસ્થ થાય માટે રાજ્યમાં ઠેર ઠેર લોકો કરી રહ્યા છે પ્રાર્થના

Calendar/કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વર્ષ 2023નું સત્તાવાર કેલેન્ડર બહાર પાડ્યું, જાણો કેમ છે ખાસ