Not Set/ રાજ્યનાં અનેક વિસ્તારોમાં કમૌસમી વરસાદ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળી અસર

હવામાન વિભાગે કરી હતી આગાહી પાડોશી દેશ પાકિસ્તાન અને સરહદી રાજ્ય રાજસ્થાનમાં જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામા આવી હતી. ગત 11મી તારીખે થરાદ અને વાવ પંથકમાં સાંજે વાવાઝોડા સાથે ઝાપટાં પડ્યા હતા. રાજ્યભરમાં તાપમાનનો પારો “તો” બોલાવી રહ્યો છે, ત્યારે વાતાવરણમાં પણ અચાનક બદલાવ જોવામાં આવી ગયો હતો. […]

Top Stories Gujarat Others
cyclone5454 રાજ્યનાં અનેક વિસ્તારોમાં કમૌસમી વરસાદ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળી અસર

હવામાન વિભાગે કરી હતી આગાહી

પાડોશી દેશ પાકિસ્તાન અને સરહદી રાજ્ય રાજસ્થાનમાં જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામા આવી હતી. ગત 11મી તારીખે થરાદ અને વાવ પંથકમાં સાંજે વાવાઝોડા સાથે ઝાપટાં પડ્યા હતા. રાજ્યભરમાં તાપમાનનો પારો “તો” બોલાવી રહ્યો છે, ત્યારે વાતાવરણમાં પણ અચાનક બદલાવ જોવામાં આવી ગયો હતો. હવામાન વિભાગે ઠેરઠેર ધૂળની ડમરીઓ સાથે આગામી બે-ત્રણ દિવસ એટલે કે  તારીખ 14″મે થી 17″મે સુધીમાં અનેક સ્થળો પર ભારે વરસાદની પણ શક્યતા હોવાની સાથે સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફુકાશે તેવી આગાહી કરી હતી.

%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3 %E0%AA%AA%E0%AA%B2%E0%AA%9F%E0%AB%8B1 રાજ્યનાં અનેક વિસ્તારોમાં કમૌસમી વરસાદ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળી અસર

સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા

હવામાન શાસ્ત્રીનાં મત મુજબ ગુજરાતનાં વાતાવરણ પલટો, રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુંને કારણે જોવા મળી રહ્યો છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરો ધરાવતા તમામ વિસ્તારોમાં પવનોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનનાં પગલે આજે અમરેલી પંથકમાં વાતાવરણમા એકાએક પલટો જોવા મળ્યો. અમરેલી અને આંબરડી, સાવરકુંડલા, વિજપડી, ભમ્મર, ચીખલી, ઘાડલા અને ભમ્મર  સહિતનાં આસપાસનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોને વ્યાપક નુકસાનનાં સમાચાર પ્રપ્ત થઇ રહ્યા છે. તો બીજા તરફ બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લામાં પણ અનેક સ્થળો પર હળવા ઝાપટાં નોંધવામાં આવ્યા છે.

Feni Cyclone રાજ્યનાં અનેક વિસ્તારોમાં કમૌસમી વરસાદ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળી અસર
Feni Cyclone

બે દિવસમાં વરસાદની પડવાની આશંકા

રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાનાં કારણે રાજ્યભરમાં વધુ બે દિવસમાં વરસાદની પડવાની આશંકા જોવાઇ રહી છે. જો કે વાતવરણમાં પલટો રાજ્યનાં અનેક વિસ્તારોને અસહ્ય ગરમીથી આંશિક રાહત આપશે તો બાકીનાં  વિસ્તારોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગ દ્રારા જાણકારી આપવામાં આવી રહી છે.