Sextortion/ મનોરંજનને બહાને અશ્લિલ વિડીયો બનાવી સેક્સટોર્શન

મોબાઈલ, વિડીયો કોલ અને વેબકેમના માધ્યમથી જ્યારે કોઈ અજાણી વ્યક્તિ કોઈની સેક્સ એક્ટીવીટી અથવા ન્યુડ ફોટાને રેકોર્ડ કરી બ્લેકમેઈલ કરે તેને સેક્સટોર્શન કહેવાય છે.

India
સેક્સટોર્શન

@નિકુંજ પટેલ

સેક્સટોર્શન: મારી ઉમર 60 વર્ષની છે. મારી પર વોટ્સએપ પર એક યુવતીનો ફોન આવ્યો. પહેલા તેણે નોર્મલ વાતચીત કરી. પછી વાતોમાં પરોવીને કહ્યું ચલો તમારૂ મનોરંજન કરૂ છું. હું પણ એકલતા અનુભવી રહ્યો હતો. બાદમાં યુવતીએ વિડીયો કોલ કર્યો અને કપડા ઉતારવાનું શરૂ કર્યું. રાત્રે ફરીથી તેને ફોન આવ્યો અને ફરીથી એ જ હરકત કરી.

ત્યારબાદ આ યુવતી અને તેની ગેંગના શખ્સો એક પછી એક બ્લેકમેઈલ કરવા લાગ્યા. મને સમજાઈ ગયું હતું કે હુ ફસાઈ ગયો છું. બચવા માટે મારે 13 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા.

એક યુવતી સાથે ફેસબુક પર મારી ઓળખાણ થઈ. તેણે મને વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો. થોડીવારમાં યુવતીએ મીઠી મીઠી વાતો કરી. તે જ રાત્રે મારો અશ્લિલ વિડીયો વોટ્સએપ પર મોકલી દીધો. ત્યારબાદ બ્લેકમેઈલ શરૂ થયું. મેં 60 હજાર રૂપિયા ગુમાવ્યા. મારા જેવા 55 વર્ષના વ્યક્તિની આ વાત ક્યાંય ફેલાય તો હું કયાંયનો ના રહું.

આ બન્ને વ્યક્તિ સાથે સેક્સટોર્શન થયું હતું. મતલબ મોબાઈલ, વિડીયો કોલ અને વેબકેમના માધ્યમથી જ્યારે કોઈ અજાણી વ્યક્તિ કોઈની સેક્સ એક્ટીવીટી અથવા ન્યુડ ફોટાને રેકોર્ડ કરી બ્લેકમેઈલ કરે તેને સેક્સટોર્શન કહેવાય છે.

50 થી 60 વર્ષના વ્યક્તિઓની પણ સેક્સ ડિઝાયર હોય છે.દાદા નાનાની ઉંમરની આવી વ્યક્તિઓ પાસેથી આવી વાતોની અપેક્ષા થઈ શકતી નથી. આપણો સમાજ પણ તે સ્વીકારતો નથી. તેમને લાગે છે કે આ ઉંમર પૌત્ર પૌત્રીઓને ખવડાવવું, પુજા અને ધર્મ સાથે જોડાવાની છે.

આવા સંજોગોમાં ડર અને શરમના માર્યા 50ની ઉંમર પાર કરી ચુકેલા લોકો પોતાની સેક્યુઅલ ઈચ્છા જાહેર નથી કરી શકતા. જેને કારણે તેઓ વર્ચ્યુઅલ વર્લ્ડમાં ફસાઈ જાય છે. બાદમાં ઓનલાઈન છેતરપિંડીનો બોગ બને છે.

દિલ્હીના એક વિસ્તારમાંએક પાર્કમાં 74 વર્ષના બેઠા હતા. તેમના ચહેરા પર શરમ અને સંકોચ સ્પષ્ટ નજરે ચડતો હતો. સેકસટોર્શનનો શિકાર બનેલા આ વૃધ્ધ 13 લાખ ગુમાવી ચુક્યા હતા. આ બાબતની જાણ તેમના પરિવારને ન હતી. તેમનું કહેવું છે કે અજાણ્યો ફોન ઉપાડવાની ભુલ તેમના જીવનની મોટી ભુલ હતી. તેમને ખ્યાલ જ ન આવ્યો અને આરોપીઓની જાળમાં ફસાતા ગયા. મિત્રો પાસેથી પૈસા માંગવામાં પણ શરમ આવતી હતી. તેમનમા એક મિત્રને આ બાબતની જાણ થઈ ત્યારે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દિલ્હીના શાહદરા જીલ્લાની સાયબર ક્રાઈમ સેલે બ્લેકમેઈલ કરનારા બે શખ્સોની ધરપકડ કરી હતી. જોકે વૃધ્ધનમા પૈસા પરત મળ્યા ન હતા.

આ વૃધ્ધનું કહેવું છે કે સૌથી પહેલા તેમને ફોન કરનારી યુવતીએ બ્લેકમેઈલ કર્યો હતો. બાદમાં યુ ટ્યુબ અધિકારી બનીને વિડીયો અપલોડ ન કરવાના નામે પૈસા લેવામાં આવ્યા. યુવતીએ પણ ખોટો કેસ કરવાના નામે પૈસા વસુલ્યા. ત્યારબાદ નકલી પોલીસ અધિકારી બનીને મારા લુંટાયેલા પૈસા પરત અપાવવાની લાલચ આપીને પૈસા પડાવ્યા. એક પછી એક ટીમના અલગ અલગ લોકોએ વૃધ્ધ પાસેથી પૈસા પડાવ્યા. વોટ્સએપ પોલીસનો લોગો લગાવીને મને ફોન કરવામાં આવ્યો હતો. તેણે મને ધમકાવીને કહ્યું કે તમારી વિરૂધ્ધ એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. અચાનક તેમે મને મદદ કરા માંગુ છું, એમ કહ્યું. મને લાગ્.યું કે પોલીસનો કોઈ મોટો અધિકારી છે. તમે ભલા માણસ છો એચલે મદદ કરૂ છું, એમ તેણે કહ્યું. જો તમારે ફરિયાદ નોંધાવા દેવી ન હોય તો હું આપું તે નંબર પર કોલ કરો. તમારો વિડીયો યુટ્યુબ પર અપલોડ થતા રોકવાનો છે, એમ વૃધ્ધે કહ્યું હતું.

વૃધ્ધે તેની વાત પર વિશ્વાસ મુકીને તેણે આપેલા નંબર પર કોલ કર્યો. જેમાં સામેવાળીવ્યક્તિએ કહ્યું તમે મોડુ કર્યું તમારો વિડીયો 90 ટકા અપલોડ થઈ ગયો છે. 10 મિનીટ બાકી છે પણ જો વિડીયો રોકવા માંગતા હોવ તો ર6.60,000 આપવા પડશે. વૃધ્ધે બેન્કમાં જઈને આ કકમ તેના ખાતામાં જમા કરાવી.

આ વૃધ્ધને ફાંસી પર લટકેલી એક યુવતીનો ફોટો બતાવીને જણાવ્યું હતું કે જે યુવતી સાથે તમે અશ્લિલ હરકત કરી હતી તેણે આત્મહત્યા કરી લીધી છે. આમ મામલો રફેદફે કરવા માટે વૃધ્ધ પાસેથી પૈસા પડાવ્યા હતા.

આ વૃધ્ધ આ પ્રકારે 9 લાખ રૂપિયા ગુમાવી ચુક્યા હતા. આરોપીઓ અહીં અટક્યા ન હતા. તેમણે ફરીથી નકલી પોલીસ બનીને વૃધ્ધને ફોન કર્યો. તેમણે મોટા પોલીસ અધિકારીની ઓળખ આપીને આ યુવતી અને બ્લેકમેઈલ કરનારાની ધરપકડ કરવામાં આવી છે, કહ્યું. હવે તમારા પૈસા રિકવર થઈ શખશે પરતું તેમાં કેટલોક ખર્ચ થશે કહીને વૃધ્ધ પાસેથી વધુ ચાર લાખ રૂપિયા પડાવવામાં આવ્યા.

વૃધ્ધ પાસે હવે પૈસા ન હોવાથી તે તેમના એક મિત્ર પાસે ગયા. તેણે કારણ પુછતા અંતે વૃધ્ધે તેને સઘળી હકીકત જણાવી. આ મિત્ર વૃધ્ધને સાયબર પોલીસ પાસે લઈ ગયો.

આ ઘટનાની અસર વૃધ્ધની માનસિક તબિયત પર પડી. પૈસા ક્યાંથી લાવવા તેના વિચારોમાં ગુમ થઈ જતા હતા. જોકે પોલીસે વૃધ્ધ સાથે છેતરપિંડી કરનારા બે શક્સોની ધરપકડ કરી હતી.

આ પ્રકારે અન્ય વૃદ્ધોને પણ બ્લેકમેઈલ કરીને પૈસા પડાવવામાં આવ્યા હતા.
આ અંગે એક મનોવૌજ્ઞાનિકનું કહેવું છે કે 50 થી 60 વર્ષની વયના પુરૂષો મોટાભાગે સેક્સટોર્શન ગેંગના શિકાર થઈ જાય છે. તેમના હોર્મોનને કારણે તેમને સેકસની ઈચ્છા થાય છે. પરંતુ સમાજનો ડર અથવા શરમને કારણે તે વ્યક્ત કરી શકતા નથી.તેમની આ ઈચ્છા વર્ચ્યુઅલ વર્લ્ડથી પુરી થાય છે. એનલાઈન એપ કે સ્કેસટોર્શન કરાનારાઓની જાળમાં તેઓ ફસાઈ જાય છે. પોતાની સામાજીક પ્રતિષ્ઠા બચાવવા તેઓ સરળતાથી બ્લેકમેઈલ થઈ જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ