Not Set/ SG હાઈવે પર દરેક ચાર રસ્તે બનશે ઓવરબ્રિજ, સૌરાષ્ટ્ર સુધી બનશે સિક્સલેન 

અમદાવાદનાં બોપલ એસપી રિંગ રોડ પરના સૌથી મોટા ફ્લાય ઓવર અને બોપલ પોલીસ સ્ટેશનનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું છે. 2014માં બ્રિજનું કામ શરૂ થયું હતું અને અગાઉ ફેબ્રુઆરીમાં બ્રિજ ખુલ્લો મૂકવાનો હતો. જોકે, હવે બ્રિજ શરૂ થતાં જ બોપલ જંકશન પર ટ્રાફિકનું ભારણ ઘટી જશે. તો 8 મહિનાથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહેલા બોપલ પોલીસ […]

Uncategorized

અમદાવાદનાં બોપલ એસપી રિંગ રોડ પરના સૌથી મોટા ફ્લાય ઓવર અને બોપલ પોલીસ સ્ટેશનનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું છે. 2014માં બ્રિજનું કામ શરૂ થયું હતું અને અગાઉ ફેબ્રુઆરીમાં બ્રિજ ખુલ્લો મૂકવાનો હતો. જોકે, હવે બ્રિજ શરૂ થતાં જ બોપલ જંકશન પર ટ્રાફિકનું ભારણ ઘટી જશે. તો 8 મહિનાથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહેલા બોપલ પોલીસ સ્ટેશનનું પણ ઉઘાટન કરાયું છે. ઉદ્ઘાટન કાર્યક્રમાં રૂપાણીએ 700 કરોડના ખર્ચે SG હાઈવે પર દરેક ચાર રસ્તા પર ઓવરબ્રિજ અને સૌરાષ્ટ્ર સુધી સિક્સલેન રોડ બનાવવાની જાહેરાત કરી હતી.સરખેજ-ગાંધીનગર હાઈવે પર સવારે અને સાંજે ટ્રાફિકની મોટી સમસ્યા રહે છે. ગાંધીનગરથી સરખેજ રોજના હજારો વાહનોની અવર-જવર રહે છે. ત્યારે ઓફિસ ટાઈમિંગમાં મોટાભાગના ક્રોસ રોડ પર ભારે ટ્રાફિક થતો હોય છે. જોકે દરેક સીએમની જાહેરાતને પગલે દરેક ક્રોસરોડ પર ઓવરબ્રિજ બનશે તો ટ્રાફિકની મોટી સમસ્યા હલ થઈ જશે.પોલીસ સ્ટેશનમાં મુલાકાતીઓ માટે પાણીની સુવિધા, બેસવા માટે અલાયદો રૂમ, પોલીસકર્મીઓ માટે રેસ્ટ રૂમ વગેરે સુવિધાઓ છે. તો સમગ્ર પોલીસ સ્ટેશનને અંદર અને બહાર સીસીટીવી કેમેરાથી કવર કરાયું છે. તો સરદાર પટેલ રિંગરોડ પરના સૌથી મોટા એવા 1.4 કિલોમીટર લાંબા બોપલ ઓવરબ્રિજ માટે 94.51 કરોડનો ખર્ચ થયો છે.