Not Set/ Tik Tok પર છવાયેલા શાહરૂખનાં 40 હજાર છે ફોલોવર, પોલીસે કરી ધરપકડ, કારણ જાણી ચોંકી જશો

સોશિયલ મીડિયા ચાઈનીઝ એપ ટિક ટોક હાલનાં દિવસોમાં ઘણુ ફેમસ થઇ ગયુ છે. દરેક લોકો આજે આ એપથી જાણકાર છે. આ એપ્લિકેશન દ્વારા લોકો તેમની પ્રતિભા બતાવી રહ્યા છે અને જબરદસ્ત લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ઉત્તરપ્રદેશનાં બુલંદશહેરનો એક 23 વર્ષીય ટિક ટોક સ્ટાર શાહરૂખ આ દિવસોમાં જબરદસ્ત ફેમસ થઇ રહ્યો છે. જેના બે કારણો છે, […]

Top Stories India
tiktokk Tik Tok પર છવાયેલા શાહરૂખનાં 40 હજાર છે ફોલોવર, પોલીસે કરી ધરપકડ, કારણ જાણી ચોંકી જશો

સોશિયલ મીડિયા ચાઈનીઝ એપ ટિક ટોક હાલનાં દિવસોમાં ઘણુ ફેમસ થઇ ગયુ છે. દરેક લોકો આજે આ એપથી જાણકાર છે. આ એપ્લિકેશન દ્વારા લોકો તેમની પ્રતિભા બતાવી રહ્યા છે અને જબરદસ્ત લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ઉત્તરપ્રદેશનાં બુલંદશહેરનો એક 23 વર્ષીય ટિક ટોક સ્ટાર શાહરૂખ આ દિવસોમાં જબરદસ્ત ફેમસ થઇ રહ્યો છે.

Related image

જેના બે કારણો છે, પહેલુ કે તે ટિક ટોક પર ખૂબ જ લોકપ્રિય સ્ટાર છે અને બીજુ કે આ દિવસોમાં તે પોલીસની નજરમાં આવી ગયો છે. તેના ગુનાહિત કાર્યોનો પર્દાફાશ થયો છે, જે પછી પોલીસે બુધવારે ગ્રેટર નોઇડાથી તેની ધરપકડ કરી હતી. શાહરૂખ તેના ત્રણ મિત્રો સાથે છેલ્લા છ મહિનાથી લૂંટની ઘટનાઓમાં સામેલ હતો. તેણે રસ્તા પર પસાર થતા લોકો પાસેથી ફોન અને રોકડ રકમ છીનવી લીધી હતી. ગ્રેટર નોઈડાની પોલીસને આ લૂંટની કેટલીક કડીઓ મળી હતી, ત્યારબાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

Image result for tik tok star shahrukh arrested

ગ્રેટર નોઈડા પોલીસે ચાર શંકાસ્પદ શાહરૂખ, આસિફ, ફૈઝાન અને મુકેશની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે તેમણે ગૌતમ બુદ્ધ નગરમાં છ જેટલી લૂંટ ચલાવી હતી. પોલીસે તે લૂંટારૂઓ પાસેથી મોબાઈલ ફોન, બાઇક અને રોકડ મળી આવ્યા છે. શાહરૂખ, આસિફ અને ફૈઝાન ત્રણેય ઉત્તર પ્રદેશનાં બુલંદશહેરનાં રહેવાસી છે. જ્યારે મુકેશ બિહારનો રહેવાસી છે. શાહરૂખ આ ગેંગમાં એક મહાન ડાન્સર છે અને હજારો લોકો ટિક ટોક પર તેને ફોલો કરે છે. પોલીસે જણાવ્યું કે, શાહરૂખ પહેલા તેના લક્ષ્યની કસોટી કરતો હતો અને પછી તક મળ્યા બાદ લૂંટ ચલાવી લેતો હતો. લૂંટ ચલાવ્યા બાદ શાહરૂખ તે પૈસા તેના મિત્રોમાં વહેંચતો હતો. તેની ટિક-ટોક ટેવને લીધે તે રોજ નવા મોંઘા મોબાઈલ લેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.