Not Set/ શાહરુખની ફિલ્મ ઝીરો રીલીઝ થયા પહેલા જ આ કારણે ફસાઈ ગઈ વિવાદમાં

મુંબઈ શાહરૂખ ખાનના જન્મદિવસના દિવસે જ ફિલ્મ ઝીરોનું ટ્રેલર રીલીઝ થયું છે. આ ફિલ્મ હજુ રીલીઝ થાય તે પહેલા જ પોસ્ટરના લીધે વિવાદમ અફસાઈ ગઈ છે. શીખ સમુદાયે આ ફિલ્મના પોસ્ટરનો વિરોધ કર્યો છે. શાહરૂખ ખાનની નવી ફિલ્મ ZEROનાં એક પોસ્ટર પર શીખ સમુદાયનાં લોકોએ વિરોધ કર્યો છે. કારણ કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક […]

Trending Entertainment
Zero Poster Feature શાહરુખની ફિલ્મ ઝીરો રીલીઝ થયા પહેલા જ આ કારણે ફસાઈ ગઈ વિવાદમાં
મુંબઈ
શાહરૂખ ખાનના જન્મદિવસના દિવસે જ ફિલ્મ ઝીરોનું ટ્રેલર રીલીઝ થયું છે. આ ફિલ્મ હજુ રીલીઝ થાય તે પહેલા જ પોસ્ટરના લીધે વિવાદમ અફસાઈ ગઈ છે. શીખ સમુદાયે આ ફિલ્મના પોસ્ટરનો વિરોધ કર્યો છે.
શાહરૂખ ખાનની નવી ફિલ્મ ZEROનાં એક પોસ્ટર પર શીખ સમુદાયનાં લોકોએ વિરોધ કર્યો છે. કારણ કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક વખત સાબર ( કૃપાણ) પહેરે છે અને આ સાબર એ શીખ સમુદાયની ધાર્મિક પાંચ કંકારામાંની એક છે. આ પોસ્ટર પર દિલ્લી શીખ ગુરુદ્વારાની કમિટિએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ત્યાનાં શીખ લોકો પણ જોડાયા હતાં.
આ સમુદાયનું કહેવું છે કે ‘આ પોસ્ટરમાં શાહરૂખ તેના નગ્ન શરીર પર આ સાબર ધારણ કરે છે જે  યોગ્ય નથી કારણ કે આ સાબર સાથે કેટલાય લોકોની ધાર્મિકતા અને સંકલ્પો જોડાયેલ છે. જે અમારા ધર્મની પવિત્ર વસ્તુ છે. તમે આ રીતે તમારા મનોરંજન માટે ઉપયોગ ન કરી શકો. આમ કરવાને લીધે અમારી ધાર્મિક લાગણીને ઠેંસ પહોચી છે.
તમને જણાવી દઈએ કે સાબર એ અમારૂ ધાર્મિક ચિહ્ન છે. શીખ લોકોનું કહેવું છે કે સાબર એ દેખાડવા માટે નથી પરંતુ આ એક એવો પ્રાણ છે કે જેના સાથે આત્મ સમ્માન અને આત્મ વિશ્વાસ જોડાયેલા છે. આ મનોરંજન માટે નથી.
ઉલ્લખેનીય છે કે શીખ લોકો શાહરૂખ ખાન અને ફિલ્મની ટીમને નોટીસ આપવાનું વિચારે છે.