નિવેદન/ શાહિદ આફ્રીદીએ કાશ્મીરને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું,બીસીસીઆઇ પર સાધ્યું નિશાન

પીસીબી ભારતીય બોર્ડની ઈર્ષ્યા કરે છે, આઇપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને ન રમાડવાનો નિર્ણય આંતરિક મુદ્દો છે.

Sports
afridi શાહિદ આફ્રીદીએ કાશ્મીરને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું,બીસીસીઆઇ પર સાધ્યું નિશાન

પાકિસ્તાન ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં ટી20 લીગ કાશ્મીર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવી  રહ્યું છે. 6 ઓગસ્ટથી શરૂ થનારી કાશ્મીર પ્રીમિયર લીગમાં છ ટીમો રમશે. ટાઇટલ મેચ 17 ઓગસ્ટના રોજ યોજાશે. પીસીબીએ આ માટે ઘણા વિદેશી ખેલાડીઓને પણ સાઇન કર્યા છે.

કાશ્મીર પ્રીમિયર લીગનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ આ મામલે ઝેર ઓક્યું  છે. શાહિદ આફ્રિદીએ ટ્વિટ કર્યું, ખરેખર નિરાશાજનક છે કે બીસીસીઆઇ ફરી એકવાર ક્રિકેટ અને રાજકારણને  મિશ્ર કરી રહ્યું છે.’શાહિદ આફ્રિદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘કેપીએલ કાશ્મીર, પાકિસ્તાન અને વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે એક લીગ છે. અમે એક મહાન પ્રદર્શન કરીશું અને આ પ્રકારના વર્તનથી નિરાશ નહીં થઈએ. શાહિદ આફ્રિદીએ હર્ષલ ગિબ્સના ટ્વીટનો જવાબ આપતી વખતે આ ટ્વીટ કર્યું હતું. આફ્રિદી પહેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હર્ષલ ગિબ્સે ટ્વિટ કરીને આ વિવાદને વેગ આપ્યો હતો.

હર્ષલ ગિબ્સે શનિવારે ટ્વિટ કર્યું હતું કે બીસીસીઆઇ એ  ધમકી આપી છે કે જો તે કાશ્મીર પ્રીમિયર લીગનો ભાગ બને તો તેને ભારતમાં ભવિષ્યની કોઈપણ ક્રિકેટ પ્રવૃત્તિઓમાં સામેલ નહીં કરે. ગિબ્સે કહ્યું કે, ‘બીસીસીઆઈ પાકિસ્તાન સાથેના રાજકીય એજન્ડાને કારણે મને કાશ્મીર પ્રીમિયર લીગમાં રમતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેની જરૂર નથી. સાથે જ મને ક્રિકેટ સંબંધિત કોઈ પણ કામ માટે ભારતમાં પ્રવેશ ન કરવાની ધમકી આપવામાં આવી રહી છે.

બીસીસીઆઇ એ 31 જુલાઈએ સત્તાવાર નિવેદનમાં પીસીબી ને યોગ્ય જવાબ આપ્યો હતો. બીસીસીઆઈએ કહ્યું હતું કે પાકિસ્તાની મૂળના ખેલાડીઓને આઈપીએલમાં ભાગ લેવાની મંજૂરી નથી અને  આઈસીસી આ મામલે આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરી શકે નહી. એક અધિકારીએ  કહ્યું કે, પીસીબી ભારતીય બોર્ડની ઈર્ષ્યા કરે છે. જેમ આઇપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને ન રમાડવાનો નિર્ણય આંતરિક મુદ્દો છે.