Bollywood/ સલમાન ખાનની ફિલ્મમાંથી બહાર થઇ શહનાઝ ગિલ! સોશિયલ મીડિયા પર ભાઈજાનને કર્યા અનફોલો

શહનાઝ ગિલે ફિલ્મ કભી ઈદ કભી દિવાલીનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું, પરંતુ હવે એવા અહેવાલ છે કે તે આ ફિલ્મનો ભાગ નહીં બને.

Entertainment
શહનાઝ

બિગ બોસ 13માં જોવા મળેલી શહનાઝ ગિલને આજે કોઈ ઓળખની જરૂર નથી. શહનાઝ ગિલ કે, જેણે શોમાં પોતાની ક્યૂટ સ્ટાઈલથી દર્શકોનું દિલ જીતી લીધું હતું, તે તેના બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર હતી. તે સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની હતી, પરંતુ હવે અહેવાલ છે કે તેણે આ ફિલ્મ છોડી દીધી છે.

સોશિયલ મીડિયા પર કર્યો અનફોલો

શહનાઝ ગિલે ફિલ્મ કભી ઈદ કભી દિવાલીનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું, પરંતુ હવે એવા અહેવાલ છે કે તે આ ફિલ્મનો ભાગ નહીં બને. ટેલી ચક્કરના સમાચાર અનુસાર, અભિનેત્રીને હવે ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી છે, પરંતુ તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આટલું જ નહીં, શહનાઝે સલમાન ખાનને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કરી દીધો છે, જેના પછી બંને વચ્ચે અણબનાવના સમાચાર આવી રહ્યા છે.

જાહેર કર્યું નથી કારણ

શહનાઝને ફિલ્મમાંથી બાકાત કરવાનું કારણ હજુ સુધી જાહેર થયું નથી અને ન તો તેની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ વર્ષે મે મહિનામાં એ વાતની પુષ્ટિ થઈ હતી કે અભિનેત્રીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને ચાહકો સલમાન અને શહનાઝને પડદા પર એકસાથે જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેમનું સપનું હવે તૂટતું જણાય છે.

આ પણ વાંચો: શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર, હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો

આ પણ વાંચો:  શ્વાનના મોમાંથી બાળકીનું મળ્યું ભ્રુણ

આ પણ વાંચો:દેશની સૌથી મોંઘી રાખડી, કિમત જાણીને ચોંકી જશો