ચૂકાદો/ લોકસભાની ચૂંટણી પહેલા શરદ પવારને ઝટકો,ચૂંટણી પંચે અજિત પવારને NCPનું નામ અને પ્રતિક સોપ્યું

ચૂંટણી પંચે શરદ પવારને ઝટકો આપ્યો છે, એનસીપીના ચિહ્ન અને પાર્ટી અંગેના દાવા કાકા અને ભત્રીજાએ કર્યા હતા,જેમાં ભત્રીજા અજિત પવારની જીત થઇ છે

Top Stories India
1 1 3 લોકસભાની ચૂંટણી પહેલા શરદ પવારને ઝટકો,ચૂંટણી પંચે અજિત પવારને NCPનું નામ અને પ્રતિક સોપ્યું

ચૂંટણી પંચે શરદ પવારને ઝટકો આપ્યો છે, એનસીપીના ચિહ્ન અને પાર્ટી અંગેના દાવા કાકા અને ભત્રીજાએ કર્યા હતા,જેમાં ભત્રીજા અજિત પવારની જીત થઇ છે. ઓરીજનલ એનસીપી હવે અજીત પવારની છે. આ કેસની સુનાવણી 6 મહિના સુધી ચાલી હતી અને આજે ચૂંટણી પંચે પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો.અજિત પવારને એનસીપી સોંપવામાં આવી છે. અજિત પવારના નેતૃત્વવાળા જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.હવે  અજિત પવારને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)નું નામ અને પ્રતીક મળી ગયું છે. ચૂંટણી પંચે શરદ પવારને તેમની નવી રાજકીય રચના માટે નામનો દાવો કરવા અને પંચને ત્રણ પ્રાથમિકતા આપવાનો એક વખતનો વિકલ્પ પૂરો પાડ્યો છે. આ મંજૂરીનો ઉપયોગ 7 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 3 વાગ્યા સુધી કરી શકાશે.

2 જુલાઈ 2023ના રોજ એનસીપીમાં વિભાજન થયું હતું. અજિત પવાર તેમની છાવણીના ધારાસભ્યો સાથે NDAમાં જોડાયા અને તેમને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા. તેઓ મહારાષ્ટ્રની ભાજપ અને એકનાથ શિંદેની સરકારમાં જોડાયા હતા. NCPથી અલગ થયા બાદ અજિત પવારે NCP પર દાવો કર્યો હતો. આ પછી મામલો ચૂંટણીપંચના દાયરામાં પહોંચ્યો હતો. બંને છાવણીઓએ ચૂંટણી પંચ સમક્ષ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. હવે ચૂંટણી પંચે વાસ્તવિક NCP પર નિર્ણય કર્યો છે