Not Set/ શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સમાં 663 અને નિફ્ટીમાં 171 પોઇન્ટનો ઉછાળો

આજે સોમવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સોમવારે બીએસઈનાં 30 શેરોવાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 662.79 પોઇન્ટની મજબૂતી સાથે 37,363.95 નાં સ્તર પર ખુલ્યો હતો. વળી એનએસઈનાં 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી  170.95 પોઇન્ટની તેજી સાથે 11,000.30 પર ખુલ્યો છે. શરૂઆતી ટ્રેડિંગમાં (9:30 AM), સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂત તેજી નોંધાઈ. સેન્સેક્સ 170 પોઇન્ટથી વધુનાં વધારા સાથે 36,900 ની નજીક […]

Business
sensex 1 શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સમાં 663 અને નિફ્ટીમાં 171 પોઇન્ટનો ઉછાળો

આજે સોમવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સોમવારે બીએસઈનાં 30 શેરોવાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 662.79 પોઇન્ટની મજબૂતી સાથે 37,363.95 નાં સ્તર પર ખુલ્યો હતો. વળી એનએસઈનાં 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી  170.95 પોઇન્ટની તેજી સાથે 11,000.30 પર ખુલ્યો છે. શરૂઆતી ટ્રેડિંગમાં (9:30 AM), સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂત તેજી નોંધાઈ. સેન્સેક્સ 170 પોઇન્ટથી વધુનાં વધારા સાથે 36,900 ની નજીક ટ્રેડિંગ કરી રહ્યુ હતુ. વળી  નિફ્ટીમાં લગભગ 11,900 નું ટ્રેડિંગ નોંધાયુ હતુ.

કયા શેરોમાં જોવા મળી તેજી-મંદી

સોમવારે શરૂઆતી ટ્રેડિંગમાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, એસબીઆઈ, મહિન્દ્રા અને મહિન્દ્રા, એચડીએફસી, બજાજ ફિનસર્વ, યસ બેન્ક, અદાણી પોર્ટ્સ, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઝી એન્ટરટેનમેન્ટ, બ્રિટાનિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, આયશર મોટર્સ, આઇટીસી, લાર્સન, ડો રેડ્ડીઝ લેબ્સ, એક્સિસ બેન્ક, એનટીપીસી, કોટક મહિન્દ્રા અને યુપીએલમાં મજબૂતી નોધાઇ હતી. બીજી તરફ, ટાટા સ્ટીલ, વેદાંતા, જેએસડબ્લ્યૂ સ્ટીલ, હિંડાલ્કો, સિપ્લા, ઇન્ડસઇન્ડ બેન્ક, સન ફાર્મા, એચસીએલ ટેક, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ઇન્ફોસીસ અને આઇઓસી નબળાઇથી શરૂ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.