Not Set/ શર્જિલ ઈમામનાં સમર્થનમાં લગાવ્યા નારા, 50 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ

શરજીલ ઇમામનાં સમર્થનમાં નારાઓ વિરુદ્ધ મુંબઇ પોલીસે લગભગ 50 લોકો વિરુદ્ધ દેશદ્રોહ જેવા કેસ નોંધાયા છે, આરોપીઓ વિરુદ્ધ કલમ 124 એ (રાજદ્રોહ), 153 બી (રાષ્ટ્રીય અખંડિતતા માટેનો પૂર્વગ્રહ) અને 505 (જાહેર ગેરવર્તન નિવેદનો) હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે આ આરોપીઓમાંની એક છે ઉર્વશી ચુડાવાલા, તે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સમાં એમએની વિદ્યાર્થી છે અને તે […]

Top Stories India
sharjeel શર્જિલ ઈમામનાં સમર્થનમાં લગાવ્યા નારા, 50 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ

શરજીલ ઇમામનાં સમર્થનમાં નારાઓ વિરુદ્ધ મુંબઇ પોલીસે લગભગ 50 લોકો વિરુદ્ધ દેશદ્રોહ જેવા કેસ નોંધાયા છે, આરોપીઓ વિરુદ્ધ કલમ 124 એ (રાજદ્રોહ), 153 બી (રાષ્ટ્રીય અખંડિતતા માટેનો પૂર્વગ્રહ) અને 505 (જાહેર ગેરવર્તન નિવેદનો) હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે

આ આરોપીઓમાંની એક છે ઉર્વશી ચુડાવાલા, તે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સમાં એમએની વિદ્યાર્થી છે અને તે લિંગ ભેદભાવ સામે કામ કરતી સંસ્થા ટીઆઈએસએસ ક્વીર કલેક્ટીવ સાથે પણ સંકળાયેલી છે, મુંબઈ પોલીસે કહ્યું કે ચુડાવાલાને પૂછપરછ માટે બે વાર બોલાવવામાં આવેલ પરંતુ તેઓ હાજર રહ્યા નહોતા.

1 ફેબ્રુઆરીએ આઝાદ મેદાનમાં એલજીબીટીક્યૂનાં કાર્યક્રમમાં જામિયા યુનિવર્સિટીમાં દેશ વિરોધી નિવેદનોનાં આરોપમાં ધરપકડ કરેલ શરજીલ ઈમામનાં સમર્થનમાં રાષ્ટ્ર વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા, મુંબઈ પોલીસે જણાવ્યું કે રેલીમાં ‘શરજીલ તેરરે સપનો કો હમ મંજિલ તક પહોચાએગે’ નારા લગાવનારોમાં ચૂડાવાલા સૌતથી આગળ હતી, તેમનો વીડિયો પણ વાયરસ થયો હતો. ભાજપનાં પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ 2 ફેબ્રુઆરીનાં રોજ આ સંદર્ભે ફરિયાદ નોંધાઇ હતી.

દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં સ્કોલર શરજીલ ઇમામે ભારતને તોડવાનું ભાષણ આપ્યું હતું. વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યા બાદ રાજદ્રોહનાં આરોપસર ધરપકડ કરાયેલા શરજીલ ઇમામને તેની પોલીસ કસ્ટડીમાં વધુ 3 દિવસનો વધારો કરાયો છે. આપને જણાવી દઇએ કે, શરજીલ ઇમામની ધરપકડ 28 જાન્યુઆરીએ બિહારનાં જહાનાબાદથી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.