Not Set/ ડરી જશો શિલ્પા શેટ્ટીનું આવું સ્વરૂપ જોઈ,  કલ્પના પણ નહીં કરી હોય તેવી હોરર લાગી રહી છે….

ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું હતું કે આ ડરામણા ચહેરાની પાછળ કોઈ બીજું નથી, પોતે શિલ્પા શેટ્ટી છે.

Entertainment
nirav modi 1 ડરી જશો શિલ્પા શેટ્ટીનું આવું સ્વરૂપ જોઈ,  કલ્પના પણ નહીં કરી હોય તેવી હોરર લાગી રહી છે....

સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફોટો જોઈને, તમે અનુમાન નહિ કરી શકશો કે તેની પાછળ કયા સેલેબનો ચહેરો છે. તમે પણ આ સેલેબનું નામ સાંભળીને ડરી જશો આવી રૂપવાન સેલેબ અને  આવો ડરામણો ચહેરો ? જો આપણે કહીએ કે આ ડરામણા ચહેરાની પાછળ બોલિવૂડની ગ્લેમરસ અને સુંદર અભિનેત્રી છે, તો તમે ચોક્કસ ચોંકી જશો. ખરેખર, આ તસવીર સ્ટાઇલ આઇકોન શિલ્પા શેટ્ટી કુંદ્રાની છે, જે જોઈ તમે નિશ્ચિતપણે ડરી જશો.

nirav modi 2 ડરી જશો શિલ્પા શેટ્ટીનું આવું સ્વરૂપ જોઈ,  કલ્પના પણ નહીં કરી હોય તેવી હોરર લાગી રહી છે....

રાજ કુન્દ્રાએ રહસ્ય ખોલ્યું

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ આ તસવીર શેર કરી છે. પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું, ‘તાજેતરમાં તેમના ઘરે એક ફોટો ક્લિક કરવામાં આવી છે વિચારો કે આ કોણ છે…? ફોટો બહાર આવતાની સાથે જ ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે. ચાહકોની ટિપ્પણીઓની વચ્ચે, ફોટા પર શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ટિપ્પણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજે ફોટો પરની ટિપ્પણીમાં લખ્યું, ‘હું જાણું છું કે આ કોણ છે.’

શિલ્પાનું આ રૂપ જલ્દી જોવા મળશે

આ ટિપ્પણી પછી, ચાહકોની ટિપ્પણીઓની ભરમાર છલકાઈ હતી. ચાહકોએ પણ અનુમાન લગાવવાનું શરૂ કર્યું હતું કે આ ડરામણા ચહેરાની પાછળ કોઈ બીજું નથી, પોતે શિલ્પા શેટ્ટી છે. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રાએ ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ ના સેટ પર આ મજાક કરી હતી. અને બધાને ખૂબ ડરાવ્યા હતા. તમે આવતા એપિસોડ્સમાં શિલ્પાના આ સ્વરૂપને જોઈ શકશો.

Instagram will load in the frontend.

 

શિલ્પા ડરાવવા તૈયાર છે

સ્ટાઇલિશ ફેશન માટે જાણીતી, શિલ્પા શેટ્ટી આ ભૂતિયા ગેટ-અપમાં બધાને ડરાવવા તૈયાર છે. શિલ્પાના આવા ડરામણો અવતાર પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ ના આગામી એપિસોડમાં શિલ્પા બધાને ડરાવવા જઈ રહી છે.

શિલ્પા રેટ્રો લુકમાં જોવા મળશે

એટલું જ નહીં, શિલ્પા શેટ્ટી ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ ના એપિસોડમાં રેટ્રો લુકમાં જોવા મળશે. તેમણે સ્વ.  અભિનેત્રી સાધના અને તેની માતા સુનંદા શેટ્ટી પાસેથી પ્રેરણા લીધી હતી. તમને જણાવી દઈએ કે, શિલ્પા સોશ્યલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અને તેનો પતિ રાજ કુંદ્રા અલગ-અલગ ફની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરતા રહે છે અને ચાહકોનું મનોરંજન કરે છે.