Not Set/ શિવસેનાએ મોદી સરકારને આપી સલાહ : અર્થતંત્ર અંગે મનમોહન સિંહની સલાહ સ્વીકારો

ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષ શિવસેનાએ હાલની આર્થિક મંદી અંગે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહને સમર્થન આપ્યું છે. ડો. સિંહ દ્વારા તાજેતરમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર મોદી સરકારના ગેરવહીવટથી જ અર્થવ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. શિવસેનાએ કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે, ડો. મનમોહનસિંહની વાત સાંભળવી રાષ્ટ્રીય હિતમાં છે.  શિવસેના તરફથી પૂર્વ […]

Top Stories India
pm udhav શિવસેનાએ મોદી સરકારને આપી સલાહ : અર્થતંત્ર અંગે મનમોહન સિંહની સલાહ સ્વીકારો

ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષ શિવસેનાએ હાલની આર્થિક મંદી અંગે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહને સમર્થન આપ્યું છે. ડો. સિંહ દ્વારા તાજેતરમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર મોદી સરકારના ગેરવહીવટથી જ અર્થવ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. શિવસેનાએ કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે, ડો. મનમોહનસિંહની વાત સાંભળવી રાષ્ટ્રીય હિતમાં છે. 

શિવસેના તરફથી પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનો ટેકો એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે કેન્દ્ર સરકારે મનમોહન સિંહની અર્થવ્યવસ્થા પરની ટીકાને નકારી કાઢી છે. શિવસેનાએ પોતાનાં મુખપત્ર સામનાના એક સંપાદકીયમાં સરકારને ભૂતપૂર્વ વડા પ્રધાનની ચેતવણીઓને ધ્યાનમાં લેવા અને આ મુદ્દે રાજકારણ ન કરવાની સલાહ આપી છે.

ms pm શિવસેનાએ મોદી સરકારને આપી સલાહ : અર્થતંત્ર અંગે મનમોહન સિંહની સલાહ સ્વીકારો

લેખમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ગયા અઠવાડિયે પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહે અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આજે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. પાછલા ત્રિમાસિક ગાળામાં 5 % વૃદ્ધિ નોંધવામાં આવ્યો છે. અર્થતંત્ર ધીમું થઈ રહ્યું છે. ભારતમાં ખૂબ જ ઝડપી ગતિથી વિકાસ થવાની સંભાવના છે. પરંતુ મોદી સરકારના ગેરવહીવટને કારણે તે મંદીમાં પરિણામ્યું છે. ડો. સિંહે વધુમાં જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટી જેવા ભૂલોને કારણે આપણા અર્થતંત્રને થયેલા નુકસાનમાંથી હજુ સુધી તેને સુધારા તરફ લાવી શક્યા નથી.

જો કે, મંગળવારે સરકારે ડો. મનમોહન સિંહની આલોચનાને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે તેમના વિશ્લેષણ સાથે સુસંગત નથી કારણ કે ભારત હાલ આ સરકારનાં જ સમયમાં 11 મી તારીખથી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

સામનાના તંત્રીલેખમાં જણાવાયું છે કે ‘અર્થવ્યવસ્થા સુસ્ત છે. કાશ્મીર અને આર્થિક હતાશા બે અલગ મુદ્દાઓ છે. ડો. મનમોહનસિંહ જેવા વિદ્વાની આર્થિક મંદી વિશે કરવામાં આવેલ વાત મામલે કોઈ રાજકારણ ન કરવું જોઈએ અને અર્થવ્યવસ્થામાં સુધારણા માટે નિષ્ણાતોની ભૂમિકા હોવી જોઈએ. ડો. મનમોહન સિંહની સલાહ સાંભળવી એ રાષ્ટ્રીય હિતની વાત છે, એટલે કે રાષ્ટ્રીય હિત તેમાં રહેલું છે. ‘

શિવસેનાએ વધુમાં કહ્યું કે મનમોહનસિંહને અર્થતંત્ર વિશે બોલવાનો “અધિકાર” છે કારણ કે તેઓ 35 વર્ષથી ભારતીય નાણાં અને અર્થતંત્ર સાથે સંકળાયેલા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.