આરોપ/ શિવસેનાના ધારાસભ્યે લગાવ્યો મહારાષ્ટ્ર સરકાર પર આરોપ,જાણો વિગત

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના શિવસેનાના ધારાસભ્યએ તેમની જ પાર્ટીના નેતૃત્વ હેઠળના મહા વિકાસ અઘાડી ગઠબંધન પર નિશાન સાધ્યું છે

Top Stories India
15 4 શિવસેનાના ધારાસભ્યે લગાવ્યો મહારાષ્ટ્ર સરકાર પર આરોપ,જાણો વિગત

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના શિવસેનાના ધારાસભ્યએ તેમની જ પાર્ટીના નેતૃત્વ હેઠળના મહા વિકાસ અઘાડી ગઠબંધન પર નિશાન સાધ્યું છે. ધારાસભ્ય શાહજીબાપુ પાટીલે રવિવારે પંઢરપુરમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારમાં વરિષ્ઠ ધારાસભ્યોને પણ મંત્રી પદ નથી મળી રહ્યું.

શિવસેનાના ધારાસભ્યએ દાવો કર્યો હતો કે તેઓ 2019ની ચૂંટણી જીતવામાં સક્ષમ હતા કારણ કે તેમની પાસે ભાજપ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને ઘણી નાની પાર્ટીઓનું સમર્થન હતું. તેમણે વધુમાં મંત્રી પદ માટે વરિષ્ઠ નેતાઓને મહત્વ ન આપવાનો મુદ્દો ઉઠાવ્યો અને NCP નેતા બબન શિંદેનું ઉદાહરણ ટાંક્યું અને કહ્યું કે તેમને મહા વિકાસ આઘાડી સરકારમાં કોઈ પદ પણ મળ્યું નથી. પાટીલે કહ્યું કે તેમને કોઈ મંત્રાલય નથી મળ્યું અને પાર્ટી દ્વારા તેમને મૌન રહેવાની સૂચના આપવામાં આવી હતી.

શિવસેનાના નેતાએ કહ્યું કે શિવસેના પાસે તહસીલમાં માત્ર 1100 વોટ છે. આમ છતાં હું ધારાસભ્ય બન્યો કારણ કે ભાજપ, એનસીપી અને અન્ય પક્ષોએ મને ટેકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન સાથે મહા વિકાસ અઘાડીની સરકાર છે. પરંતુ ત્રણેય પક્ષોના નેતાઓ અનેક પ્રસંગોએ એકબીજાના વિરોધમાં નિવેદનો આપતા જોવા મળે છે.પોતાને મંત્રી ન બનાવવા અંગે પાટીલે કહ્યું, “એ સમજી શકાય છે કે હું પાર્ટીમાં તદ્દન નવો છું. પરંતુ NCPમાં બબનરાવ શિંદે જેવા નેતાઓ છે, જેઓ 30 વર્ષથી સતત ચૂંટણી જીતી રહ્યા છે, પરંતુ તેમને કોઈ મંત્રીપદ મળ્યું નથી.