મહારાષ્ટ્ર/ શિવસેનાના ધારાસભ્યએ CM ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો, કહ્યું- પીએમ મોદી સાથે ફરી જોડાઓ

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે લખ્યું કે, એનસીપી અને કોંગ્રેસ તેમની પાર્ટીના મુખ્યમંત્રી ઈચ્છે છે. કોંગ્રેસ એકલા લડવાની ઇચ્છા ધરાવે છે અને એનસીપી શિવસેનાના નેતાઓને તોડવાનો પ્રયાસ કરી રહી છે.

Top Stories India
ઉદ્ધવ ઠાકરે શિવસેનાના ધારાસભ્યએ CM ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો, કહ્યું- પીએમ મોદી સાથે ફરી જોડાઓ

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારમાં હલચલના એંધાણ મળી રહ્યા છે. શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે પાર્ટીના સુપ્રીમો અને CM ઉદ્ધવ ઠાકરે ને એક પત્ર લખ્યો છે. અને આ પત્ર દ્વારા આ વાતની પુષ્ટિ થાય છે, આ પત્રમાં તેમણે રાજ્યની ગઠબંધન સરકારના સહયોગી એનસીપી અને કોંગ્રેસ બંને પર નિશાન સાધ્યું છે. એટલું જ નહીં, તેમણે ઉદ્ધવ ઠાકરેને ફરી એક વખત પીએમ મોદી સાથે જોડાવા અપીલ કરી છે. અને જણાવ્યું છે કે આ પાર્ટી અને કાર્યકરો માટે સારી વાત છે.

શિવસેનાના ધારાસભ્યએ શું લખ્યું?

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે લખ્યું કે, એનસીપી અને કોંગ્રેસ તેમની પાર્ટીના મુખ્યમંત્રી ઈચ્છે છે. કોંગ્રેસ એકલા લડવાની ઇચ્છા ધરાવે છે અને એનસીપી શિવસેનાના નેતાઓને તોડવાનો પ્રયાસ કરી રહી છે. તેમને કેન્દ્ર તરફથી પરોક્ષ ટેકો મળી રહ્યો હોય તેવું લાગે છે, એનસીપીના નેતાઓની પાછળ કોઈ કેન્દ્રિય તપાસ એજન્સી નથી. “

પ્રતાપ સરનાયક ઉદ્ધવ ઠાકરેને આગળ લખે છે, “અમે તમારામાં અને તમારા નેતૃત્વમાં વિશ્વાસ રાખીએ છીએ પરંતુ કોંગ્રેસ અને એનસીપી અમારા પક્ષને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું માનું છું કે જો તમે પીએમ મોદીની નજીક આવશો તો સારું રહેશે. જો આપણે ફરી એકવાર ભેગા થઈશું તો પાર્ટી અને કાર્યકર્તાઓને ફાયદો થશે. “

આ સાથે તેમણે લખ્યું, “કેન્દ્રીય એજન્સીઓ અમારા કોઈ ગુન્હા વિના અમને નિશાન બનાવી રહી છે, જો તમે પીએમ મોદીની નજીક આવશો તો રવિન્દ્ર વાયકર, અનિલ પરબ, પ્રતાપ સરનાઇક અને તેમના પરિવારો જેવા નેતાઓની વેદનાનો અંત આવશે.”

 

તે જ સમયે, શિવસેનાના સાંસદ સંજય રાઉતના નિવેદન પછી, સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું મહારાષ્ટ્ર સરકારમાં બધુ બરાબર ચાલી રહ્યું છે. હકીકતમાં, રવિવારે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ટાંકીને એકલા લડવાની વાત કરતા લોકોને કહ્યું હતું કે, જેઓ એકલા લડવા ઇચ્છતા હોય તેઓએ લડવું જોઈએ.

સંજય રાઉતે કહ્યું, “ગઈકાલે શિવસેનાનો 55 મો સ્થાપના દિવસ હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી દિવસોમાં પાર્ટીની શું ભૂમિકા હશે. તેમણે એમ પણ કહ્યું કે જે લોકો મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે,  અને જો એકલા હાથે લડશે તો શિવસેના તમાશો નહિ બને. લડવાની ઇચ્છા રાખનારાઓએ લડવું જોઈએ. શિવસેનાએ રાજકીય લડત પોતાની તાકાતે લડી છે. ચૂંટણીમાં જોડાણ છે કે નહીં, યુદ્ધ તેની પોતાની તાકાત પર લડવામાં આવે છે.