રાજકીય સંકટ/ શિવસેના 15 બાગી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે કરશે અપીલ,એકનાથ સિંદે પર કાઉન્ટર એટેક

ઉદ્ધવ ઠાકરેની એમવીએ સરકાર મુશ્કેલીમાં આવી ગઇ છે. મહા વિકાસ અઘાડીના ગઠબંધનના અન્ય પાર્ટી  કોંગ્રેસ અને એનસીપી પણ સરકારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

Top Stories India
3 59 શિવસેના 15 બાગી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે કરશે અપીલ,એકનાથ સિંદે પર કાઉન્ટર એટેક

એકનાથ શિંદેની બગાવત બાદ  ઉદ્ધવ ઠાકરેની એમવીએ સરકાર મુશ્કેલીમાં આવી ગઇ છે. મહા વિકાસ અઘાડીના ગઠબંધનના અન્ય પાર્ટી  કોંગ્રેસ અને એનસીપી પણ સરકારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  સૂત્રો જણાવી રહ્યા છે કે શિવસેના મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને 15 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે અપીલ કરી શકે છે.

એકનાથ શિંદે પક્ષપલટા વિરોધી કાયદાનું ઉલ્લંઘન કર્યા વિના વિધાનસભામાં શિવસેનાને વિભાજિત કરવા માટે જરૂરી 37 ની નિર્ણાયક સંખ્યા પર પહોંચી ગયા છે. દરમિયાન, એવા પણ સમાચાર છે કે શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્ય બળવાખોર છાવણીમાં જોડાયા છે. જેના કારણે શિંદે જૂથને વધુ મજબૂતી મળી છે.

NIA Chief / કેન્દ્ર સરકારે IPS દિનકર ગુપ્તાની NIAના DG તરીકે કરી નિયુક્તી

ઉદ્ધવ ઠાકરે પર હાલમાં માત્ર સરકાર બચાવવા માટે જ નહીં પરંતુ તેમના પિતા બાળાસાહેબ ઠાકરેના વારસા શિવસેનાને બચાવવા માટે પણ દબાણ છે. શિંદે પોતાને અસલી શિવસૈનિક ગણાવી રહ્યા છે અને સૂત્રો જણાવી રહ્યા છે કે તેઓ માત્ર મુખ્યમંત્રીની ખુરશી જ નહીં પરંતુ ઉદ્ધવ પાસેથી શિવસેના પ્રમુખનું પદ પણ છીનવી લેવાના મૂડમાં છે. મહા વિકાસ આઘાડીએ અગાઉ દાવો કર્યો હતો કે શિંદે જૂથ પાસે માત્ર 17 ધારાસભ્યોની સંખ્યા છે. જ્યારે શિંદે દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં 40 ધારાસભ્યોની પુષ્ટિ કરવામાં આવી છે.

Presidential Elections / કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાને ‘બેકસીટ’ કરવાની રણનીતિ કેમ અપનાવી?  જાણો વિસ્તૃતમાં

શિવસેના બળવાખોરોને ઝટકો આપવા વિચારી રહી છે. શિવસેનાનું માનવું છે કે જો તેઓ તમામ બળવાખોર ધારાસભ્યોની જગ્યાએ માત્ર 15 ધારાસભ્યો સામે જ ગેરલાયકાતનો પ્રસ્તાવ ડેપ્યુટી સ્પીકરને મોકલે છે તો તેના પર પહેલા નિર્ણય લઈ શકાય છે. આવી સ્થિતિમાં શિંદે જૂથને મોટો ઝટકો લાગી શકે છે.અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં એનસીપીના વડા શરદ પવારે પુનરોચ્ચાર કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે સરકાર વિધાનસભામાં બહુમત સાબિત કરશે અને સરકાર બનાવવામાં સફળ થશે. તેમણે બળવાખોર ધારાસભ્યોને કિંમત ચૂકવવાની પણ વાત કરી હતી.