Not Set/ રાજ્યમાં વરસાદ આગમનની સાથે જ શોર્ટ સર્કિટના બનાવો વધ્યા, વાંકાનેરમાં યુવકે જીવ ગુમાવ્યો

રાજ્યમાં વરસાદી માહોલ ધીરે ધીરે કરીને જામવા લાગ્યો છે. છેલ્લા એક બે દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં તેજ પવનોની સાથે વરસાદ વરસ્યો હતો.જેના કારણે અનેક જગ્યાએ વીજળી પડવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. જ્યારે કેટલીક જગ્યાએ શોર્ટ સર્કિટના પણ બનાવો બન્યા હતા. આમ, વરસાદની સિઝન હવે રાજ્યમાં આવી રહી છે ત્યારે લોકોએ પણ પોતાના ઘરમાં શોર્ટ […]

Gujarat
death 5 રાજ્યમાં વરસાદ આગમનની સાથે જ શોર્ટ સર્કિટના બનાવો વધ્યા, વાંકાનેરમાં યુવકે જીવ ગુમાવ્યો

રાજ્યમાં વરસાદી માહોલ ધીરે ધીરે કરીને જામવા લાગ્યો છે. છેલ્લા એક બે દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં તેજ પવનોની સાથે વરસાદ વરસ્યો હતો.જેના કારણે અનેક જગ્યાએ વીજળી પડવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. જ્યારે કેટલીક જગ્યાએ શોર્ટ સર્કિટના પણ બનાવો બન્યા હતા. આમ, વરસાદની સિઝન હવે રાજ્યમાં આવી રહી છે ત્યારે લોકોએ પણ પોતાના ઘરમાં શોર્ટ સર્કિટ ના થાય તે માટે વાયરીંગ કામ અવશ્ય કરાવી લેવું નહિતર શોર્ટ લાગવાથી જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.

 

 

તાજેતરની વાત કરીએ તો વાંકાનેર તાલુકાના ભેરડા ગામના રહેવાસી યુવાનને બંધુનગર નજીકની ફેકટરીમાં કામ કરતી વેળાએ વીજશોક લાગતા મોત થયું હતું.

 

 

મોરબીના બંધુનગર નજીક આવેલ એ ટૂ ઝેડ સિરામિક કારખાનામાં કામ કરતા મહેશભાઈ ગોરધનભાઈ વાઘેલા (ઉ.વ.૧૯) રહે વાંકાનેર ભેરડા વાળા યુવાનને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે