Viral Video/ ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર શ્રેયસે સોશિયલ મીડિયા પર ડાન્સ મૂવ્સથી લગાવી આગ

શ્રેયસ અય્યર સોશિયલ મીડિયા પર તેના વધુ એક કામ માટે ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે ભારતીય T20 કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર સાથે અય્યરનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Sports
શ્રેયસ ઐયર ડાન્સ

આ સમયે સોશિયલ મીડિયાથી લઈને સમાચારો સુધી ભારતીય ટીમનાં બેટ્સમેન શ્રેયસ અય્યરનો દબદબો છે. કાનપુર ટેસ્ટનાં બીજા દિવસે ન્યૂઝીલેન્ડ સામે શ્રેયસ અય્યરે સદી ફટકારતા 105 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 2 છક્કા અને 13 ચોક્કા ફટકાર્યા હતા. આ દમદાર ઇનિંગ્સમાં અય્યરે સાબિત કર્યું કે તે ટેસ્ટ ફોર્મેટમાં પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે. આ સમયે, વિશ્વભરનાં રમતપ્રેમીઓ તેને સલામ કરી રહ્યા છે. વળી બીજી તરફ સોશિયલ મીડિયા પર ભારતનાં નવા કેપ્ટન રોહિત શર્મા સાથેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શાર્દુલ ઠાકુર પણ આ બન્ને સાથે જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – IND Vs NZ / ભારતીય ટીમનાં 16 બેટ્સમેન જેમણે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી હતી સદી, અહી જુઓ તેમની યાદી

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામેની પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ ચર્ચામાં છે. આ સમયે સોશિયલ મીડિયા પર તેના વખાણ થઈ રહ્યા છે. આ દિવસોમાં શ્રેયસ અય્યર સોશિયલ મીડિયા પર તેના વધુ એક કામ માટે ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે ભારતીય T20 કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર સાથે અય્યરનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ત્રણેય ક્રિકેટર હોટલનાં રૂમમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે ત્રણેય ખેલાડીઓ બોલિવૂડનાં ગીત પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વળી, આ વીડિયોમાં શ્રેયસ અય્યરની પાછળ ઉભેલા રોહિત શર્મા અને શાર્દુલ ઠાકુર તેમના દ્વારા કરવામાં આવેલા ડાન્સ સ્ટેપ્સને ફોલો કરી રહ્યાં છે. ત્રણેયએ તેમના ડાન્સમાં એકસાથે જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ વીડિયો રોહિતે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ત્રણેય ખેલાડીઓ વચ્ચેનો તાલમેલ અદ્ભુત છે અને ત્રણેય ખેલાડીઓ એક જ ગીત પર ડાન્સ કરે છે. તમે જાણો છો કે રોહિત શર્માએ અગાઉ યુઝવેન્દ્ર ચહલ સાથે એક ગીત પર ડાન્સ સ્ટેપ્સ કર્યા હતા, જેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.

https://www.instagram.com/reel/CWu9cvSKykd/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – IND Vs NZ / ડેબ્યૂ ટેસ્ટમાં શ્રેયસ ઐયરની સદી પર કિંગ કોહલીએ આપ્યું આ Reaction

આપને એ પણ જણાવી દઈએ કે, રોહિતને ન્યૂઝીલેન્ડ સાથે ચાલી રહેલી બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે, જ્યારે અય્યરે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારી છે. જણાવી દઇએ કે, તેણે કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શુક્રવારે પ્રથમ ટેસ્ટ મેચનાં બીજા દિવસે પોતાની સદી ફટકારી હતી. વળી, અય્યરે 171 બોલમાં 12 ચોક્કા અને બે છક્કાની મદદથી 105 રનની શાનદાર ઇનિંગ રમતા સદી ફટકારી હતી. જણાવી દઈએ કે તે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 16મો ભારતીય બેટ્સમેન બની ગયો છે.