shubman gill record/ વિન્ડીઝ સામે શુબમન ગિલે બનાવ્યો અનોખો રેકોર્ડ

ભારતના શુબમન ગિલે 85 રન કરવા દરમિયાન અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.  વેસ્ટઈંડીઝ પ્રવાસ પર વન ડેમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહેલા ગિલ ત્રીજી વન ડેમાં ભલે સદી ચૂક્યો હોય, પણ તેણે એક મોટી સિદ્ધ પ્રાપ્ત કરી છે.

Sports
Shubman gill record વિન્ડીઝ સામે શુબમન ગિલે બનાવ્યો અનોખો રેકોર્ડ

ભારતના શુબમન ગિલે 85 રન કરવા Shubman gill record દરમિયાન અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.  વેસ્ટઈંડીઝ પ્રવાસ પર વન ડેમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહેલા ગિલ ત્રીજી વન ડેમાં ભલે સદી ચૂક્યો હોય, પણ તેણે એક મોટી સિદ્ધ પ્રાપ્ત કરી છે. ઈશાન આઉટ થયા બાદ શુભમન ગિલે ઝડપથી રન બનાવવાનું ચાલુ રાખ્યું કે, 80ને પાર પહોંચતા જ તે રન બનાવવા માટે સંઘર્ષ કરતો દેખાયો અને 5મી સદી પુરા થતાં પહેલા વિકેટ ખોઈ દીધી. પોતાની 85 રનની ઈનિંગ્સ દરમ્યાન તેણે એક વર્લ્ડ રેકોર્ડ પોતાનો નામે કરી દીધો છે.

શુબમન ગિલે પાકિસ્તાનના બેટ્સમેન Shubman gill record ઈમામ ઉલ હકની 27 ઈનિંગ્સમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો છે. શુભમન ગિલના નામે 27 ઈનિંગ્સમાં 62.48ની સરેરાશથી 1437 રન થઈ ગયા છે, જ્યારે ઈમામે આટલી ઈનિંગ્સમાં 1381 રન બનાવ્યા હતા. જો શુભમન ગિલ સદી બનાવવામાં સફળ થતો તો શિખર ધવનનો સૌથી ઝડપી પાંચ સદી લગાવવાનો રેકોર્ડ તોડી દીધો હોત. ધવને 28 ઈનિંગ્સમાં પાંચ સદી લગાવી હતી. ગિલ 15 રનથી ચૂકી ગયો. ક્વિંટન ડિકોક સૌથી ઝડપી પાંચ સદી લગાવનારો બેટ્સમેન છે, જેણે 19 ઈનિંગ્સમાં આ કારનામો કરીને બતાવ્યો હતો. ઈમામે 25 ઈનિંગ્સમાં આ કામ કર્યું હતું.

ગિલના 85 અને ઈશાન કિશન (77)ની આગેવાનીમાં Shubman gill record બેટ્સમેનના શાનદાર પ્રદર્શનના કારણે ત્રીજી વનડે મેચમાં મંગળવારે વેસ્ટ ઈંડીઝની સામે 352 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બંને વચ્ચે પહેલી વિકેટની 143 રનની ભાગીદારી નોંધાઈ હતી. ગિલ અને કિશન ઉપરાંત સંજૂ સૈમસન (51) અને હાર્દિક પંડ્યા (70 નોટ આઉટ)એ પણ ભારત માટે અડધી સદી ફટકારી હતી.

 

આ પણ વાંચોઃ India Win/ વિન્ડીઝને સળંગ 13મી વન-ડે સિરીઝમાં હરાવતું ભારતઃ કેપ્ટન પંડ્યાની તોફાની બેટિંગ

આ પણ વાંચોઃ IND Vs WI 3rd ODI/ ભારતે ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 352 રનનો ટાર્ગેટ આપ્યો,હાર્દિક પંડયાની વિસ્ફોટક બેટિંગ

આ પણ વાંચોઃ Pakistan Cricket Team/ ક્રિકેટ ઈતિહાસની સૌથી શરમજનક ઘટના, આ ક્રિકેટરે પોતાના જ કોચના ગળા પર રાખી છરી

આ પણ વાંચોઃ Ashes 2023/ હારેલી બાજીને જીતમાં પલટીને ઇંગ્લેન્ડે એશિઝની અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 49 રને હરાવ્યું,શ્રેણી 2-2થી બરાબર

આ પણ વાંચોઃ જાહેરાત/ આયર્લેન્ડ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત,આ ખેલાડીને કમાન સોંપાઇ