IPL 2023/ શુભમન ગિલે વિરાટ કોહલીનું સપનું તોડ્યું, સદી ફટકારીને બેંગ્લોરને IPLમાંથી કર્યું બહાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લીગ તબક્કાની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Top Stories Sports
14 1 5 શુભમન ગિલે વિરાટ કોહલીનું સપનું તોડ્યું, સદી ફટકારીને બેંગ્લોરને IPLમાંથી કર્યું બહાર

વિરાટ કોહલીની રેકોર્ડ સદી પણ આઈપીએલ 2023નું ટાઈટલ જીતવાનું સપનું પૂરું કરી શકી નહીં કારણ કે ભારતીય ક્રિકેટના ‘ભવિષ્ય’ શુભમન ગીલે પણ સદી ફટકારીને કોહલીનું સપનું તોડી નાખ્યું. પ્લેઓફમાં પહોંચવા માટે ઝઝૂમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લીગ તબક્કાની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે બેંગ્લોર પ્લેઓફમાં પહોંચવાનું ચૂકી ગયું અને મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ 4માં જગ્યા બનાવી લીધી.

શુભમન ગિલે ગુજરાત માટે રનનો પીછો કરવાની શરૂઆત કરી હતી પરંતુ ત્રીજી ઓવરમાં જ રિદ્ધિમાન સાહાને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. બેંગ્લોરને અહીં મેચ પર કબજો જમાવવાની તક હતી. જોકે, શુભમન એક અલગ જ ઈરાદા સાથે મેદાન પર ઉતર્યો હતો અને બેંગ્લોરના બોલરોને પોતાના નિશાન પર લઈ રહ્યો હતો. બીજી તરફ વિજય શંકર પણ વચ્ચે વચ્ચે બાઉન્ડ્રી ભેગી કરી રહ્યો હતો. ગિલે 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને આક્રમણ ચાલુ રાખ્યું.