Not Set/ 2003થી અટકેલાં “ગુજકોટોક બિલ”ને રાષ્ટ્રપતિની મળી મંજૂરી, આતંકવાદનાં સામનામાં ગુજરાત બનશે વધુ સશક્ત

જે બિલ 2003થી રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોઇ રહ્યું હતું. જે ભૂતકાળમાં અનેક વાર પૂર્વ રાષ્ટ્રપતિઓ દ્વારા સુધારણા માટે ગુજરાત સરકારને પરત મોકલવામાં આવ્યું હતું. જે ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ કન્સર્ન સમાન હતું અને આજે પણ છે. તો  ગુજકોક બિલને રાષ્ટ્રપતિ દ્રારા મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે ગુજરાતમાં […]

Top Stories Gujarat
pjimage 3 2003થી અટકેલાં "ગુજકોટોક બિલ"ને રાષ્ટ્રપતિની મળી મંજૂરી, આતંકવાદનાં સામનામાં ગુજરાત બનશે વધુ સશક્ત
જે બિલ 2003થી રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોઇ રહ્યું હતું. જે ભૂતકાળમાં અનેક વાર પૂર્વ રાષ્ટ્રપતિઓ દ્વારા સુધારણા માટે ગુજરાત સરકારને પરત મોકલવામાં આવ્યું હતું. જે ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ કન્સર્ન સમાન હતું અને આજે પણ છે. તો  ગુજકોક બિલને રાષ્ટ્રપતિ દ્રારા મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે ગુજરાતમાં ગુજકોક બિલ લાગુ પડશે. ગુજકોક વિશે ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ માહિતી આપતા પ્રેસના માધ્યમથી કહ્યું હતું કે, ગુજકોકના કારણે પોલીસને વધુ સત્તા મળશે. ગુનેગારોની મિલકતને ટાંચમાં લઈ શકાશે. આ ઉપરાંત આતંકી પ્રવૃતિ પર અંકુશ લગાવાશે.
gujcoc 2003થી અટકેલાં "ગુજકોટોક બિલ"ને રાષ્ટ્રપતિની મળી મંજૂરી, આતંકવાદનાં સામનામાં ગુજરાત બનશે વધુ સશક્ત
આંતકવાદ અને સંગઠીત ગુના સામે ગુજરાત થશે વધુ સશક્ત

ઉલ્લેખનીય છે કે આ બિલ જ્યારે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે પહેલી વાર પસાર કરવામાં આવ્યું હતું. જે પછી આજે આ બિલ પસાર થયું છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારને મકોકાના કાયદાની મંજૂરી મળી હતી. જે પછી ગુજરાતને ગુજકોક બિલની મંજૂરી મળી છે. પ્રદીપ સિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, આ બિલના કારણે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા વિસ્તારની સુરક્ષામાં વધારો થશે અને સુરક્ષા વધુ સશક્ત થશે. ઉપરાંત આ કાયદાથી આવી અસામાજીક અને આતંકી પ્રવૃતી સામે ઉભા રહેતા ઘટનાનાં સાક્ષીઓને પૂરતુ રક્ષણ પણ મળશે.

Congress PM also gave 10% reservation to Upper Caste, now Modi government has given, how much will it sustain?

ગુજકોકનાં સુધારાની ભલામણ 2004માં વાજપેયીએ પણ કરી હતી

ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા આ કાયદામાં(ડ્રાફટ) ત્યારેનાં તત્કાલિન વડાપ્રધાન વાજપેય દ્વારા પણ સુધારાની ભલામણ કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે 2004માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે વાજપેયી સરકારે તેમા થોડો સુધારો કરવાની સલાહ આપી હતી. 2009માં પણ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના આતંકવાદ વિરોધી કાયદાના ત્રણ જોગવાઈ પર આપત્તિ બતાવતા તેને પરત કર્યુ હતુ અને જ્યાં સુધી રાજ્ય સરકાર તેને કેન્દ્રી કાયદાના અનુરૂપ સંશોધન નથી કરતી તેને મંજૂર કરવાની ભલામણ રાષ્ટ્રપતિને નહી કરવામાં આવે.

gujcoc.jpg2 2003થી અટકેલાં "ગુજકોટોક બિલ"ને રાષ્ટ્રપતિની મળી મંજૂરી, આતંકવાદનાં સામનામાં ગુજરાત બનશે વધુ સશક્ત

તત્કાલિન મુખ્યમંત્રી મોદીનાં સમયમાં બિલ વિધાનસભામાં થયું હતું પસાર

પૂર્વે ગુજરાત સરકાર દ્વારા આ બિલ લાગુ કરવા ઘણા પાપડ બેલનામાં આવ્યા હતા. તત્કાલિન CM મોદી દ્વારા પહેલીવાર 2003માં આ બિલને પાસ કરાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યો હતો. જે સમયે કેન્દ્રમાં એનડીએ સરકાર હોવાથી મોદીનું સપનું પૂર્ણ થઈ શક્યું ન હતું. હાલમાં મોદી સરકાર હોવાથી રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ હવે ગુજરાતમાં કાયદો બની જશે.

kalam abdul pratibha patil 1 2003થી અટકેલાં "ગુજકોટોક બિલ"ને રાષ્ટ્રપતિની મળી મંજૂરી, આતંકવાદનાં સામનામાં ગુજરાત બનશે વધુ સશક્ત

કલામ અને પાટિલે ફગાવ્યું, કોવિંદે સ્વીકાર્યું

ગુજરાત સરકાર  દ્વારા આતંકવાદ અને સંગઠીત ગુનાઓ પર લગામ કસવા માટે “પોટા”ની અવેજમાંલાવવામાં આવેલા કાયદો ગુજકોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. આ બિલ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટની સંલગ્ન તૈયાર કરાયું છે. આ પહેલાં આ બિલ 2004 અને 2008માં તત્કાલિન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટિલે ફગાવી દીધું હતું. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે.

gujcoc.jpg1 2003થી અટકેલાં "ગુજકોટોક બિલ"ને રાષ્ટ્રપતિની મળી મંજૂરી, આતંકવાદનાં સામનામાં ગુજરાત બનશે વધુ સશક્ત

ગુજકોક આ તમામ ગુનામાં સાબિત થશે ઘાતક

  • નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝ સ્કીમ
  • મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમ
  • સાયબર ક્રાઈમમાં લાગુ પડશે.
  • સોપારી આપવી એટલે કે કોન્ટ્રાક્ટ કિલીંગ
  • પ્રતિબંધિત માલની દાણચોરી કરવી
  • ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો
  • ખંડણી માટે અપહરણ કરવા
  • રક્ષણ માટે નાણાં વસુલવા
  • ધાક ધમકીથી પૈસા પડાવવા

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.