Corona Positive/ સોનુ નિગમ આવ્યા કોરોનાની ઝપેટમાં, વીડિયો શેર કર્યો અને કહ્યું-

સોનુ નિગમ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. સોનુ નિગમ આ દિવસોમાં દુબઈમાં છે અને તે ત્યાં ક્વોરેન્ટાઈનમાં છે.

Trending Entertainment
4 1 4 સોનુ નિગમ આવ્યા કોરોનાની ઝપેટમાં, વીડિયો શેર કર્યો અને કહ્યું-

કોરોના વાયરસે ફરી એકવાર દેશભરમાં લોકોને પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કર્યું છે. દરરોજ હજારો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે અને આ સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી બચી શક્યા નથી. છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને હવે આ યાદીમાં પ્રખ્યાત ગાયક સોનુ નિગમનું નામ પણ જોડાઈ ગયું છે.

હા, સોનુ નિગમ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. સોનુ નિગમ આ દિવસોમાં દુબઈમાં છે અને તે ત્યાં ક્વોરેન્ટાઈનમાં છે. સિંગરે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપતા લોકોને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું છે.

કોરોનાના કેસમાં થયેલા વધારાને જોતા હવે ફિલ્મોની રિલીઝ ડેટ પણ આગળ વધવા લાગી છે અને સ્ટાર્સનો સામાજિક મેળાવડો પણ ઘટી રહ્યો છે. દરરોજ બે થી ત્રણ સ્ટાર પોતાના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી રહ્યા છે. બી-ટાઉનમાં કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, સીમા ખાન સહિત ઘણા સેલેબ્સ કોરોનાથી સંક્રમિત થયા છે અને આ ટ્રેન્ડ ચાલુ છે.

સંજય કપૂરની પત્ની મહિપ કપૂર અને તેમની પુત્રી શનાયા કપૂર પણ ડિસેમ્બર 2021માં કોરોના વાયરસથી સંક્રમિત બન્યા હતા. કરીના કપૂર ખાનની સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાનો પણ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બોલીવુડના એવરગ્રીન અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને નિર્માતા રિયા કપૂર અને તેના પતિ કરણ બુલાની પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

ટીવી-બોલીવુડ નિર્માતા એકતા કપૂરે સોમવારે જ ખુલાસો કર્યો હતો કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે. પીઢ અભિનેતા પ્રેમ ચોપરા અને તેમની પત્ની ઉમા ચોપરા પણ કોરોના વાયરસની ઝપેટમાં છે. જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રુંચલ પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. ‘ધ કપિલ શર્મા શો’ ફેમ સુમોના ચક્રવર્તીએ પણ આજે ખુલાસો કર્યો છે કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે.

Covid-19 Update / રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, આજે નોંધાયાં 2200થી વધુ કેસ

અફઘાનિસ્તાન /  તાલિબાન શા માટે દુકાનોની બહાર મૂકેલા પૂતળાના ગળા કાપી રહ્યું છે..? 

super-poo-stool / તમારી સારવાર બીજાના મળ દ્વારા થશે, ‘મળ દાન’નું ચલણ ઝડપથી વધી રહ્યું છે

Photos / સંપૂર્ણપણે લુપ્ત મેક્સીકન ‘ટકિલા ફીસ’ સાયન્સની મદદથી ફરી જીવિત કરવામાં આવી