Not Set/ Video: કોર્પોરેટરના ઘર પાસે પડ્યો ભૂવો, વાહન ચાલકોને પારાવાર મુશકેલી

સુરત, સુરતના નાનપુરાના માછીવાડ મેઈન રોડ પર રાત્રીના લગભગ 8 વાગ્યાના અરસામાં રોડ વચ્ચે જ મસમોટો ભુવો પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. કોર્પોરેટરના ઘર નજીક જ ભુવો પડતા કોર્પોરેટર પ્રવિણ કહાર સહિતના સ્થાનિક દોડી આવ્યા હતા. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તકેદારીના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. 50 વર્ષ પહેલા […]

Top Stories Surat Videos
mantavya 129 Video: કોર્પોરેટરના ઘર પાસે પડ્યો ભૂવો, વાહન ચાલકોને પારાવાર મુશકેલી

સુરત,

સુરતના નાનપુરાના માછીવાડ મેઈન રોડ પર રાત્રીના લગભગ 8 વાગ્યાના અરસામાં રોડ વચ્ચે જ મસમોટો ભુવો પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. કોર્પોરેટરના ઘર નજીક જ ભુવો પડતા કોર્પોરેટર પ્રવિણ કહાર સહિતના સ્થાનિક દોડી આવ્યા હતા.

વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તકેદારીના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. 50 વર્ષ પહેલા અહીં બોકસ વરસાદી લાઈન ખાડી બનાવવામાં આવી હતી.

જુની થતાં તુટી પડી હોવાનું પ્રાથમિક કારણ ઝોનના અધિકારીઓ કરી રહ્યા છે. આ બોકસ ડ્રેનેજ લાઇન માછીવાડથી લઈ એકતા સર્કલ થઈને છેક મકકાઈપુલ તાપી નદીને મળે છે. કોર્પોરેટરના ઘર નજીક જ ભૂવો પડતા અવનવી વાતો વહેતી થઈ હતી.

ભૂવો પડતાની સાથે જ સોશિયલ મીડિયામાં ભુકંપ આવતા ભૂવો પડ્યો હોવાની અફવા વહેતી થઇ હતી, સોશિયલ મીડિયામાં એલીયનની રમુજી વાત વહેતી થઇ હતી.