ઉજવણી/ વિવિધ સમાજની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી કરી મંગલકામના અને આપ્યા શુભાશિષ

આ સૌ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.

Top Stories Gujarat Others
રક્ષાબંધન

રક્ષાબંધનની ઉજવણી ચારે બાજુ ચાલી રહી છે ત્યારે પટેલને આજે રક્ષા બંધન પર્વ અવસરે સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનો  વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

આજે રક્ષાબંધનના પવિત્ર અવસરે સવારથી જ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલને રક્ષાબંધન કરવા  અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનોનો વિશાળ સમૂહ આવી રહ્યો છે. આ સૌ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને  માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

મુખ્યમંત્રીએ સૌ બહેનોની શુભેચ્છાઓ હર્દય પૂર્વક સ્વીકારી હતી. રાજ્યમંત્રી નિમિષાબહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી. મુખ્યમંત્રીને રાખડી બાંધી વિવિધ સમાજની બહેનોએ અત્યંત ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : ભાવનગરનાં મઢડા ગામે ‘રાષ્ટ્રમાતા’નું મંદિર ભક્તો માટે છે બંધ : શું સરકાર સ્વતંત્રતા દિવસે ભારતમાતા મંદિરનાં દરવાજા ખોલશે?