Health Tips: વજન ઓછું કરવા માટે જો તમે કોઈ સરળ અને ઘરે જ કરી શકાય એવું વર્કઆઉટ શોધી રહ્યાં છો તો આ માટે દોરડા કૂદવા (Skipping Exercise) સૌથી બેસ્ટ છે. જે લોકો પાસે જીમ જવાનો સમય નથી, યોગ જાતે કરી નથી શકતા અને જેમનાથી ઉપવાસ થતાં નથી એવા લોકો માટે વજન ઘટાડવા માટે કેવળ થોડી જ મિનિટ સુધી દોરડા કૂદવા જ પૂરતા છે! જો તમે આખા દિવસમાં 15-20 મિનિટ સતત દોરડા કૂદી લેશો તો એથી પરસેવો નીકળવા લાગશે. દોરડા કૂદવાથી આખા શરીરનો વ્યાયામ થઈ જાય છે. એનાથી ઝડપભેર કેલરી બર્ન થાય છે. તો ચાલો જાણીએ…દોરડા કૂદવાના ફાયદા વિશે…
દોરડા કૂદવામાં કેટલી કેલરી બળે છે? (calories burned while Skipping Exercise)
વજન ઘટાડવા અને શરીરને ફિટ રાખવા માટે (Weight Loss and Fitness) દોરડા કૂદવા અર્થાત્ સ્કિપિંગ એક બહેતરીન વ્યાયામ છે. દોરડા કૂદવાથી તમારી શરીરની કેલરી ઝડપથી બર્ન થઈ શકે છે. અમેરિકન હાર્ટ એસોશિએશન (American Heart Association)ના અહેવાલ મુજબ, 1 મિનિટ સતત દોરડા કૂદવાથી તમારી 15 થી 20 જેટલી કેલરી બળે છે. આ રીતે દોરડા કૂદવાથી શરીરનું વોર્મઅપ થાય છે. વાસ્તવમાં દોરડા કૂદવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે અને શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. આ વ્યાયામથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓગળવા લાગે છે અને વેટ લૉસ જર્નીમાં પણ મદદ મળે છે. આ ઉપરાંત, દોરડા કૂદવાથી કેવળ બેલી ફૅટ જ ઓછી નથી થતી પરંતુ શરીરના તમામ મસલ્સને આ વ્યાયામ આવરી લે છે જેથી સમગ્ર શરીરની ફૅટને ઓછી કરવામાં મદદ મળે છે.

1 દિવસમાં કેટલી મિનિટ દોરડા કૂદવા જોઇએ? (How much Skipping in 1 Minute)
દરરોજ તમે સ્કિપિંગ કરવા માગતા હો તો આ વ્યાયામને લગભગ 15 મિનિટ સુધી કરવો ઉત્તમ રહેશે. જો કે આ તમારા સ્ટેમિના, ઉંમર અને શરીરના હિસાબે ઓછીવત્તી થઈ શકે છે. દોરડા કૂદ્યાં પછી સવારે 10 મિનિટ અને સાંજે 5 મિનિટ રનિંગ (Running Exercise) કરી લેવું. તમારા આખા દિવસનું સારુ વર્કઆઉટ (Work out) થઈ જશે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, કેવળ 15 મિનિટ સુધી દોરડા કૂદવાથી તમારી 250 થી 300 જેટલી કેલરી બર્ન થઈ શકે છે. આને વેઇટ લૉસ માટે નિયમિત પણે કરવું જરુરી છે. આનાથી આખા શરીરનું વર્કઆઉટ થઈ જશે અને સ્ટેમિના પણ બુસ્ટ અપ થશે.

ફિટનેસ માટે દોરડા કૂદવા કેમ ફાયદાકારક છે? (Skipping Benefits)
વજન ઘટાડવા ઉપરાંત સ્કિપિંગના અનેક ફાયદા છે. આ હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ કાર્ડિયો એક્સર્સાઇઝ (Cardio Exercise) છે. નિયમિત રીતે દોરડા કૂદવાથી હાર્ટ રેટ વધે છે, બ્લડ સર્ક્યુલેશન બહેતર બને છે અને શરીરની સહનશક્તિ વધે છે. આ ઉપરાંત, પગ, હાથ, ખભા અને પેટની માંસપેશીઓ આ વ્યાયામ કરવાથી સક્રિય રહે છે.
જો તમે ફિટ રહેવા ઈચ્છો છો અને વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે તો તમારા ડેઇલી ફિટનેસ રુટિનમાં દોરડા કૂદવાની પ્રવૃત્તિને સામેલ કરી શકો છો. જો કે, બહેતર પરિણામો માટે વ્યાયામ સહિત સંતુલિત ખાણી-પીણી (Balanced Diet) અને પૂરતી ઊંઘ પણ જરુરી છે.
આ પણ વાંચો: હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ કેટલી એક્સર્સાઈઝ કરવી જોઇએ? જાણો હાર્ટ નિષ્ણાત પાસેથી…
આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીમાં હાર્ટ એટૅકનું જોખમ…બ્લડ શુગર વધે તો મળશે સંકેત…થઇ જવું સાવધાન!
આ પણ વાંચો: અનિયમિત ઊંઘની આદત હાર્ટ એટેકનું જોખમ વધારશે: જાણો ડૉક્ટરની ચેતવણી
